T20 વિશ્વકપમાં ભારતે રચ્યો ઈતિહાસ
ભારત રપપ/પ , ન્યુઝીલેન્ડ ૧પ૯/૧૦: ૯૬ રને ભારતનો ભવ્ય વિજય: બુમરાહ અને સંજુ સેમસન મહત્વપૂર્ણ યોગદાન
અમદાવાદ, ટી૨૦ વિશ્વકપની ફાઈનલમાં રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડએ ભારતને પ્રથમ બેટીંગનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર સંજુ અને અભિષેક શર્માએ વિસ્ફોટક બેટીંગ કરતીને ૭.૧ ઓવરમાં ૯૮ રન ખડકી દીધા હતા.
અભિષેખ શર્માના આઉટ થયા બાદ બેટીંગમાં ઉતરેલા ઈશાન કિસને પણ આક્રમક બેટીંગ કરીને ૫૪ રન બનાવ્યાં હતા. આમ ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૫૫ રન બનાવ્યાં હતા. ૨૫૬ રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી ૩૧ રનમાં પ્રથમ વિકેટ ફિન એલનની પડી હતી. ૩૨ રનમાં બીજી વિકેટ રચીનની પડી હતી.

જે બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા અને નિયમિત અંતે વિકેટ પડતા અંતે આખી ટીમ ૧૫૯ રન ઓલઆઈટ થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમ ૯૬ રનથી જીતી હતી. ભારતીય ટીમના સ્ટાર બોલર બુમરાહએ ચાર અને અક્ષર પટેલે ૩ વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીત અપાવી હતી. આમ ભારતીય ક્રિકેટ ટીમે ફાઈનલનો મુકાબલો જીતીને સતત બીજીવાર વિશ્વકપ જીતવાનો ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમ ટી૨૦ વિશ્વકપના ઈતિહાસમાં ઘરઆંગણે જીતનાર યજમાન ટીમ બની છે.
ભારતે ટી-ર૦ વર્લ્ડ કપના ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ૨૫૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટાસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૯ ચોગ્ગા અને ૧૮ છગ્ગાની મદદથી ૨૫૫ રન બનાવ્યા હતા. આ ્૨૦ વર્લ્ડ કપ ફાઈનલનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. અગાઉનો રેકોર્ડ ૧૭૬ રનનો હતો. ઓપનર સંજુ સેમસને ૮૯, અભિષેક શર્માએ ૫૨ અને ઈશાન કિશને ૫૪ રનની ઇનિંગ્સ રમી હતી.
આ ઇનિંગ્સના જોરે ટીમ ઈન્ડિયાએ ૧૫ ઓવરમાં જ ૨૦૦ રનનો આંકડો પાર કરી દીધો હતો. પરંતુ, ૧૬મી ઓવરમાં જિમી નીશમે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (૦), ઈશાન કિશન (૫૪ રન) અને સંજુ સેમસન (૮૯ રન)ને પેવેલિયન ભેગા કરીને ભારતની રન ગતિ પર બ્રેક જેવું લગાવી દીધું હતું. ભારતીય ટીમે ૭.૨ ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા, જે ્૨૦ વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં કોઈપણ ટીમે કરેલા સૌથી ઝડપી ૧૦૦ રનનો રેકોર્ડ છે.

ભારતીય ટીમે પાવરપ્લેમાં વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ અગાઉનો રેકોર્ડ ૯૨/૧ હતો, જે ૨૦૨૪ના વર્લ્ડ કપમાં બન્યો હતો. સેમસન ટી-ર૦ વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે, તેણે વેસ્ટ ઇન્ડીઝના માર્લોન સેમ્યુઅલ્સના ૮૫ રનના રેકોર્ડને તોડી નાખ્યો છે.
પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનરોએ પાવરપ્લેમાં તોફાની બેટિંગ કરી હતી. શરૂઆતની બે ઓવર થોડી શાંત રહી અને ટીમનો સ્કોર ૧૨/૦ હતો, પરંતુ ત્યારબાદ બેટર્સે આક્રમક વલણ અપનાવ્યું હતું. જ્યારે પછીની ચાર ઓવરમાં ભારતે ૮૦ રન ઝૂડી કાઢ્યા હતા. આમ પાવરપ્લેમાં ભારતે કોઈ પણ નુકસાન વગર ૯૨ રન બનાવ્યા હતા.
અભિષેક શર્માએ ટી૨૦ વર્લ્ડ કપ ફાઈનલમાં શાનદાર બેટિંગ કરતા માત્ર ૧૮ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી. તેણે જેકબ ડફીના બોલ પર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ટી-૨૦ વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડના ફિન એલન (સાઉથ આફ્રિકા સામે) અને જેકબ બેથલે (ભારત સામે સેમિફાઈનલમાં) ૧૯-૧૯ બોલમાં અડધી સદી ફટકારી હતી.
ભારતને આઠમી ઓવરના પ્રથમ બોલ પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. અભિષેક શર્મા ૨૧ બોલમાં ૫૨ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રચિન રવીન્દ્રના બહાર જતાં બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં સ્લાઇઠ એડ્જ વાગી, જેને વિકેટકીપર ટિમ સેફર્ટે સરળતાથી કેચ કરી લીધો હતો. અભિષેકે પોતાની ઇનિંગમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા અને આઉટ થયા બાદ સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેને જોરદાર તાળીઓ સાથે વધાવી લીધો.
