IPLની પ્રથમ મેચ રમવા માટે પણ તૈયાર છે બુમરાહ
નવી દિલ્હી, પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં એક મજબૂત ટીમ લાગી રહી છે. આઈપીએલ ૨૦૨૬ શરૂ થવામાં ફક્ત ત્રણ દિવસ જ બાકી છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ હજુ સુધી ફ્રેન્ચાઇઝમાં જોડાયો નથી. બીસીસીઆઈએ બુમરાહને સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી, જ્યાં લીગ શરૂ થાય તે પહેલાં તેનું ફિટનેસ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
હવે મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને સારા સમાચાર આવ્યા છે. જસપ્રીત બુમરાહ હવે સંપૂર્ણપણે ફિટ છે અને ૨૮ માર્ચથી શરૂ થનારી આઈપીએલ ૨૦૨૬માં રમવા માટે તૈયાર છે. તાજેતરના અહેવાલો અનુસાર, બુમરાહનું પ્રેક્ટિસ સેશન મુખ્યત્વે પાવર અને ફિટનેસ પર કેન્દ્રિત છે.
બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા ડિઝાઇન કરાયેલ આ સેશન જુલાઈમાં યોજાનાર ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસને ખાસ પ્રાથમિકતા આપે છે. આ પ્રવાસમાં પાંચ ટી૨૦ આંતરરાષ્ટ્રીય અને ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
ઈએસપીએનક્રીકઈન્ફઓના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ બીસીસાઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ ચાલુ રાખી હતી અને ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાવા માટે તૈયાર છે. એવી અપેક્ષા છે કે તે ૨૯ માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (દ્ભદ્ભઇ) સામે ૈંઁન્ ૨૦૨૬ની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે.
જસપ્રીત બુમરાહ જેણે તાજેતરમાં ટીમ ઈન્ડિયાને ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તે આઈપીએલ ૨૦૨૬માં મુંબઈ ઈન્ડિયન્સનું સૌથી પાવરફુલ હથિયાર સાબિત થઈ શકે છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે છેલ્લે ૨૦૨૦માં ખિતાબ જીત્યો હતો.
જો કે, હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ સંભાળી ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન થોડું નિરાશાજનક રહ્યું છે. જો હાર્દિકની આગેવાની હેઠળની ટીમનું છઠ્ઠી વખત ચેમ્પિયનશીપ જીતવાનું ટાર્ગેટ છે, તો બુમરાહને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ફિટ રહેવું જરૂરી છે.SS1MS
