Western Times News

Gujarati News

“સ્વ-ગણતરી” અભિયાનમાં જોડાયા શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા

ગાંધીનગર,   વસ્તીગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા સ્વ-ગણતરી‘ (Self-Enumeration) અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ મંગળવાર તા. 19-05-2026ના રોજ ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

  આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. ૩૧ મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.