Western Times News

Gujarati News

ઉત્તરાખંડ-પંજાબમાં આંધીની આગાહી: દેશના ૮ રાજ્યો ગરમીની લપેટમાં

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી-ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી ૨-૩ દિવસમાં ચોમાસું પહોંચશે

મુંબઇ, હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨ થી ૩ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જો કે, હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન ૪૧ સેÂલ્સયસને પાર નોંધાયું હતું. બીજી તરફ, મુંબઈમાં સામાન્ય કરતાં ૧૨ દિવસની વિલંબ બાદ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ચોમાસું તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્્યું છે. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે.

મુંબઈમાં પણ આગામી સમય માટે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. જો કે, દેશમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય ૧૦૬ મિમીની સરખામણીએ માત્ર ૬૦.૬ મિમી વરસાદ પડ્યો છે,

જે સામાન્ય કરતાં ૪૩% ઓછો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી ૨-૩ દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેની એન્ટ્રી ૩-૪ દિવસ પછી થશે.

દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોએ ચોમાસા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. દિલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની ડમરીઓ સાથે જોરદાર આંધી ચાલતા દિવસ દરમિયાન જ અંધારપટ છવાઈ ગયો હતો.દેશના ૮ રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યાં પારો ૪૦ સેÂલ્સયસને પાર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૩.૩ સેÂલ્સયસ નોંધાયું હતું.

આગામી ૨૪ અને ૨૫ જૂન દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી અને પંજાબમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી ૨-૩ દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેની એન્ટ્રી ૩-૪ દિવસ પછી થશે. દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોએ ચોમાસા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. દિલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની ડમરીઓ સાથે જોરદાર આંધી ચાલતા દિવસ દરમિયાન જ અંધારપટ છવાઈ ગયો હતો.

દેશના ૮ રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યાં પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૩.૩ ડિગ્રી નોંધાયું હતું. આગામી ૨૪ અને ૨૫ જૂન દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું આૅરેન્જ ઍલર્ટ છે, જ્યારે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી અને પંજાબમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.