Western Times News

Gujarati News

તમારું મન મજબુત હોય તો તમે કોઈપણ પરિસ્થિતિ સામે લડી શકો છો

ર૦% શરીર કાર્યરત હોવા છતાં રાજુલબેન યાજ્ઞિકે પ૦૦૦ કિ.મી.ની લેહ-લદ્દાખ રોડ ટ્રીપ કરી

(એજન્સી)અમદાવાદ, તમારું મન મજબુત હોય તો તમે કોઈપણ પરિસ્થિતિ સામે લડી શકો છો. આ શબ્દો છે પ૦ વર્ષીય રાજુલાબેને માલીકના ગાંધીનગરમાંરહેતા રાજુલબેન યાજ્ઞિક મસ્કયુર ડિસ્ટોફી નામના રોગ ધરાવે છે. અને તેમનું માત્ર ર૦ ટકા શરીર જ કાર્યરત છે.

સામાન્ય રીતે મસ્કયુલર ડીસટ્રોફી ધરાવતા લોકો મનથી હારી જતાં હોય અને સામાન્ય જીવન જીવવાનું છોડી દેતાં હોય છે. ત્યારે રાજુલાબેન આવા તમામ લોકો માટે એક ઉદાહરણ છે. તેમણે તાજેતરમાં જ, લેહ-લદાખની રોડ ટ્રીપ કરી છે. અને મસ્કયુલર ડિસ્ટ્રોફીથી પીડાતા દરેક વ્યકિત માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ વિશે રાજુલા યાજ્ઞિકે કહયુંકે સામાન્ય રીતે મસ્કયુલર હીસ્ટ્રોફી હોય તેવા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ હુંમાનું છું કે દરેક વ્યકિતએ પોતાના જીવનને મનભરીને માણવું જોઈએ. જયારે તમે શારીરિક રીતે સશકત ના હોય ત્યારે મનથી મકકમ રહેવું જોઈએ.

જો આપણુંમન મકકમ હોય તો કોઈપણ કાર્ય થઈ શકે. અમે લોકો ગાંધીનગરથી નીકળી બિકાનેર, પઠાનકોટ, શ્રીનગર કારગીલથી લેહ-લદાખ પહોચ્યા હતા. આ પ૦૦૦ કિલોમીટરની રાઈડમાં જયારે ચાલવાનું હોય ત્યારે હું મારા મગજમાં રોડમેપ તૈયાર કરી લેતી હતી અને મનથી આવનારી તકલીફોમાં માટે તૈયાર થઈ જતી

આ ટ્રીપમાં બે પેગોગ લેક ખરદુંગલા પાસ ચાંગલા પાસ ઝંઝીલ પાસ ફોટુલા પાસ વગેરેની પણ મુલાકાત લીધી હતી. આ ૧૪ દીવસની મુસાફરીમાં મારા પતી જીગર યાજ્ઞીક અને દીકરી કાનન યાજ્ઞીક દરેક ક્ષણે મારા સાથે રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.