Western Times News

Gujarati News

ઉ. કોરીયાના કિમ જોંગ ઉન સાથેની ચીનની ગુપ્ત ડીલથી અમેરિકા અને રશિયામાં ચિંતા

ચીનના જીનપિંગ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને મળવા પહોંચ્યા

ભૂખમરા અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા ઉત્તર કોરિયાને અનાજ, પ્રવાસન, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સરહદી વેપારમાં ચીનની મદદની જરૂર 

બેઇજિંગ, વૈશ્વિક રાજકારણની શતરંજ પર એક નવો અને અત્‍યંત આક્રમક દાવ ખેલાઈ રહ્યો છે, જેના કેન્‍દ્રમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગની ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાત છે.

પૂરા સાત વર્ષના લાંબા અંતરાલ બાદ અને વર્ષ ૨૦૨૬માં પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે નીકળેલા જિનપિગ સીધા પ્‍યોંગયાંગ પહોંચી રહ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્‍યારે રશિયા, ચીન અને અમેરિકા વચ્‍ચે સત્તાની ખેંચતાણ ચરમસીમાએ છે.

Chinese President Xi Jinping, accompanied by his wife Peng Liyuan and a high-level delegation including Foreign Minister Wang Yi, arrived in Pyongyang for a two-day state visit, marking the first visit by a Chinese president in seven years, according to Xinhua.

અસલમાં, તાજેતરના મહિનાઓમાં ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાની વધુ નજીક સરકી રહ્યા હતા, જેનાથી ચીનની ચિતા વધી ગઈ હતી. ડ્રેગન પોતાના આ પરંપરાગત અને પરમ સાથી પરથી પોતાનો દબદબો કોઈપણ ભોગે ગુમાવવા માંગતું નથી, અને આ પ્રવાસ તે પ્રભાવને ફરી મજબૂત કરવાની સીધી કોશિશ છે.

આ હાઇ-પ્રોફાઇલ બેઠક પાછળ માત્ર કૂટનીતિ જ નહીં, પરંતુ બંને દેશોની મજબૂરી અને ગરજ પણ છુપાયેલી છે. રશિયા ભલે કિમ જોંગ ઉનને આધુનિક સૈન્‍ય ટેકનોલોજી અને હથિયારો આપી રહ્યું હોય, પરંતુ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ભાંગી પડેલી ઉત્તર કોરિયાની અર્થવ્‍યવસ્‍થાને બેઠી કરવાની તાકાત માત્ર ચીન પાસે જ છે.

ભૂખમરા અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા ઉત્તર કોરિયાને અનાજ, પ્રવાસન, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સરહદી વેપારમાં ચીનની મદદની તાતી જરૂર છે. આ મુલાકાત દરમિયાન બંને સરમુખત્‍યારો વચ્‍ચે મોટા આર્થિક પેકેજ અને સંયુક્‍ત બોર્ડર પ્રોજેક્‍ટ્‍સ પર મહોર વાગે તેવી પૂરેપૂરી સંભાવના છે, જે કિમ જોંગ ઉન માટે લાઇફલાઇન સમાન સાબિત થશે.

જોકે, આ સમગ્ર પ્રવાસનો સૌથી સનસનાટીભર્યો અને ચોંકાવનારો વળાંક ચીનનું બદલાયેલું વલણ છે. ચીને પોતાના સત્તાવાર રાજદ્વારી નિવેદનોમાંથી ‘પરમાણુ શબ્‍દ જ ગાયબ કરી દીધો છે. સંરક્ષણ નિષ્‍ણાતો આને પヘમિી દેશો માટે ખતરાની ઘંટડી માની રહ્યા છે, કારણ કે આનો સીધો અર્થ એ થાય છે કે ચીને હવે વ્‍યવહારિક રીતે ઉત્તર કોરિયાને ‘પરમાણુ સક્ષમ દેશ’ તરીકે સ્‍વીકારી લીધું છે.

ચીનનું આ નવું વલણ વોશિંગ્‍ટનમાં ટ્રમ્‍પ વહીવટીતંત્ર માટે બહુ મોટો માથાનો દુખાવો બનશે, કારણ કે હવે બેઇજિંગના ખુલ્‍લા પીઠબળ સાથે કિમ જોંગ ઉન અમેરિકા સામે વધુ આક્રમક રીતે સોદાબાજી અને બ્‍લેકમેલિંગ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.