જોધપુરમાં વેપારીના પેન્ટના ખિસ્સામાં ચાઈનીઝ મોબાઈલમાં વિસ્ફોટ થયો
પેન્ટમાં આગ લાગી, પગ અને આંગળીઓ ગંભીર રીતે દાઝી ગઈ
ઘટનાએ સ્માર્ટફોન વપરાશકર્તાઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે ફોનમાં બ્લાસ્ટ થવાના કોઈ અગાઉના સંકેત મળ્યા ન હતા
જોધપુર, દુનિયાભરમાં મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના વારંવાર બનતી રહી છે. રાજસ્થાનના જોધપુરમાં એક કરિયાણાના વેપારીના પેન્ટના ખિસ્સામાં રાખેલો ચાઈનીઝ કંપનીનો મોબાઈલ અચાનક બોમ્બની જેમ ફાટ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં વેપારીના સાથળ અને હાથની આંગળીઓ ગંભીર રીતે દાઝી ગઈ છે.વેપારીએ જ્યારે પોતાની જાતને બચાવવા માટે ખિસ્સામાંથી સળગતો ફોન બહાર કાઢવાનો પ્રયાસ કર્યાે, ત્યારે તેમના હાથની આંગળીઓ પણ દાઝી ગઈ હતી.
ઘાયલ વેપારી ગોપાલ સોનીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયાવામાં આવ્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે ઘા ઊંડો છે. લાલ સાગર વિસ્તારમાં રહેતા વેપારી ગોપાલ સોનીએ હોસ્પિટલમાંથી જણાવ્યું હતું કે, સોમવારે બપોરે આશરે ૩ઃ૩૦ વાગ્યે તેઓ મંડીમાં આવેલી પોતાની કરિયાણાની દુકાને બેઠા હતા. તેમણે કહ્યું હું હંમેશા મારો મોબાઈલ શર્ટના ઉપરના ખિસ્સામાં રાખું છું. સોમવારે ટી-શર્ટ પહેર્યું હોવાથી ફોન પેન્ટના ખિસ્સામાં હતો. હું કાઉન્ટરના ડ્રોઅરમાં કંઈક તપાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક મોટો ધડાકો થયો અને પેન્ટમાં આગ લાગી ગઈ.
એક ક્ષણ માટે મને લાગ્યું કે કદાચ નજીક રાખેલા લેપટોપમાંથી મને કરંટ લાગ્યો છે. પરંતુ જેવું મેં નીચે જોયું, તો ખિસ્સામાંથી ધુમાડો અને આગ નીકળી રહી હતી. હું દુખાવાને કારણે બૂમો પાડતા ટેબલથી દૂર દોડ્યો. ખિસ્સામાંથી સળગતો ફોન બહાર કાઢવા જતાં મારી આંગળીઓ પણ દાઝી ગઈ.આ ઘટનાએ સ્માર્ટફોન વપરાશકર્તાઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે ગોપાલના જણાવ્યા મુજબ ફોનમાં બ્લાસ્ટ થવાના કોઈ અગાઉના સંકેત મળ્યા ન હતા.ss1
