Western Times News

Gujarati News

ટ્રમ્‍પની ઈરાન સાથેની ડીલ અંગેના નિવેદનના થોડા જ કલાકોમાં ઈરાને ફગાવી

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધ વચ્‍ચે, ડોનાલ્‍ડ ટ્રમ્‍પે શાંતિ કરાર અંગે એક મહત્‍વપૂર્ણ નિવેદન આપ્‍યું છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગુરુવારે (૧૧ જૂન) દાવો કર્યો હતો કે કરારના મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે, અને તેહરાન સાથે શાંતિ કરાર આ અઠવાડિયે થઈ શકે છે. તેમણે કહ્યું કે સ્‍થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કરાર થયા પછી હોર્મુઝ સ્‍ટ્રેટ ખુલશે, પરંતુ ત્‍યાં સુધી નાકાબંધી યથાવત રહેશે.

ઈરાને પણ ટ્રમ્‍પના દાવાનો જવાબ આપ્‍યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ઈરાન સાથેની ડીલ (કરાર) અંગેના નિવેદનના થોડા જ કલાકોમાં ઈરાને તેને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા ઈસ્‍માઈલ બઘઈએ જણાવ્‍યું કે બંને દેશો વચ્‍ચે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને આવા અહેવાલો માત્ર અટકળો છે. આ ઉપરાંત, તેમણે તાજેતરમાં ભારતીય કોમર્શિયલ (વ્‍યાપારી) જહાજો પર થયેલા અમેરિકી હુમલાની નિદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકાને જવાબદાર ઠેરવવા અપીલ કરી.

President Trump has declared an official end to the war with Iran, announcing that a peace agreement will soon be signed in Europe. The breakthrough follows direct negotiations between Trump and the leaders of Qatar, the UAE, and Saudi Arabia. Notably, Israeli Prime Minister Benjamin Netanyahu was excluded from these talks.

તેમણે અમેરિકા પર વારંવાર પોતાનું વલણ બદલવાનો આરોપ લગાવતા કહ્યું, ‘શાંતિ વાર્તા (વાતચીત)ની સ્‍થિતિ શરૂઆતથી જ અમારી સામે સ્‍પષ્ટ હતી. સમજૂતીનો મોટો ભાગ પહેલાથી જ તૈયાર થઈ ગયો હતો, પરંતુ અમેરિકા વારંવાર પોતાનું વલણ બદલતું રહ્યું છે. આ જ કારણે રાજદ્વારી પ્રક્રિયામાં સતત અવરોધ આવી રહ્યો છે.’

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્‍પે કહ્યું, અમે ઈરાન સાથે એક અદ્વુત કરાર પર પહોંચ્‍યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું, કરાર પર હસ્‍તાક્ષર થયા પછી હોર્મુઝ સ્‍ટ્રેટ સત્તાવાર રીતે ખુલશે, જે ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે, કદાચ આ અઠવાડિયાના અંત સુધીમાં યુરોપમાં. ટ્રમ્‍પે કહ્યું કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ, તેમજ યુએઈ, કતાર, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત અને અન્‍ય દેશોના નેતાઓ સાથે વાત કરી છે. તેમણે ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન સાથે વાત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જણાવ્‍યું છે કે ઈરાનના સર્વોચ્‍ચ નેતા મોજતબા ખામેનીએ નવા કરારને મંજૂરી આપી દીધી છે. જોકે, ઈરાને હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

વ્‍હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર સાથે વાત કરતા ટ્રમ્‍પે કહ્યું, નવા કરાર મુજબ, ઈરાન સંમત થયું છે કે તે ક્‍યારેય પરમાણુ શષો ધરાવશે નહીં, અને કરારને અંતિમ સ્‍વરૂપ મળતાં જ હોર્મુઝ સ્‍ટ્રેટ ખોલવામાં આવશે.

અગાઉ, ટ્રમ્‍પે શુક્રવારે ઈરાન પર મોટા પાયે બોમ્‍બમારો કરવાની અને તેલ નિકાસના મુખ્‍ય કેન્‍દ્ર ખાર્ગ ટાપુ પર કબજો કરવાની ધમકી આપી હતી. ત્‍યારબાદ તેમણે સોશિયલ મીડિયા પોસ્‍ટમાં જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા અને બોમ્‍બમારા રદ કર્યા છે.

તેમણે પોતાના નિર્ણયને ઉલટાવી દેવાને ઈરાની નેતૃત્‍વ સાથેની ઉચ્‍ચતમ સ્‍તરની વાટાઘાટો ગણાવી. જોકે, ટ્રમ્‍પે એ પણ સ્‍પષ્ટ કર્યું કે અંતિમ કરાર ન થાય ત્‍યાં સુધી હોર્મુઝ સ્‍ટ્રેટ પર અમેરિકાનો નાકાબંધી યથાવત રહેશે.

ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે આ કરાર સાથે, ઈરાનના પરમાણુ શષોનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે. તેમણે કહ્યું, સૌથી મહત્‍વપૂર્ણ વાત એ છે કે અમારી પાસે એક કરાર છે જેના હેઠળ ઈરાન ક્‍યારેય પરમાણુ શષો વિકસાવી શકશે નહીં, અને આ કરાર પ્રાપ્ત કરવામાં અમારો સંપૂર્ણ હેતુ હતો. તો આ એક મોટી સિદ્ધિ છે.

આ દરમિયાન, ઈરાને ટ્રમ્‍પના શાંતિ કરારને અંતિમ સ્‍વરૂપ આપવા અંગે એક નિવેદન પણ જારી કર્યું છે. વિદેશ મંત્રીના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે ઈરાને હજુ સુધી કરાર પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. ઈરાનની સમાચાર એજન્‍સી IRNA અનુસાર, તેમણે જણાવ્‍યું હતું કે ઈરાને હજુ સુધી કરાર પર અંતિમ નિર્ણય લીધો નથી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે એકવાર સંબંધિત અધિકારીઓ ડ્રાફટ કરાર પર સંમત થઈ જાય, પછી ઈરાની સરકાર ઔપચારિક જાહેરાત કરશે.(૪૦


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.