Western Times News

Gujarati News

ગુજરાતમાં આજે 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ કાર્યરત, સતત 5 વર્ષોથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં “બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ”

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ 13,047થી  વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને PoC સ્તરે સહાય, 4000થી વધુ IPR ફાઇલ કરવામાં આવ્યા

i-Hub દ્વારા 750 જેટલા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને નાણાકીય સહાયઆ સ્ટાર્ટઅપ્સ દ્વારા 4,000થી વધુ રોજગારીઓનું સર્જન

મહિલા ઉદ્યોગસાહસિકો માટેની WEstart પહેલ હેઠળ 269 મહિલા-સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માને છે કે, ‘જ્યારે યુવાનોના વિચારોને યોગ્ય પ્લેટફોર્મનીતિગત સહયોગ અને સંસાધનો મળે છેત્યારે તેઓ રાષ્ટ્ર નિર્માણના સૌથી મોટા ભાગીદાર બની શકે છે’. આ જ વિચારધારા સાથેવડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરવામાં આવી હતીજેના થકી લાખો યુવાનોને ‘જોબ સીકર’માંથી ‘જોબ ક્રિએટર’ બનવાની પ્રેરણા મળી છે.

ઉલ્લેખનીય છે કે, 26 મે, 2026ના રોજ શ્રી નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના 12 વર્ષ પૂરાં થયા છે. આ 12 વર્ષો દરમિયાન દેશમાં નવી ઉદ્યોગસાહસિક સંસ્કૃતિનું નિર્માણ થયું છેઅને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બની છે. તેમના નેતૃત્વના ગત 12 વર્ષો દરમિયાન ગુજરાતે પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર હોવાની સાથે જદેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પણ ઉભરી આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

ગુજરાત આજે 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે દેશમાં અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં ગુજરાત સતત પાંચ વર્ષોથી ‘બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ’ રહ્યું છેજે દર્શાવે છે કે સહાયક નીતિઓ અને યોજનાકીય પહેલો થકી રાજ્યમાં એક મજબૂત અને સર્વસમાવેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે.

 સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને પ્રૂફ ઑફ કોન્સેપ્ટ (PoC) સ્તરે સહાય

રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમજ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન થકી યુવાનોની સર્જનાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) વર્ષ 2017-18થી પાંચ વર્ષ માટે જાહેર કરવામાં આવી હતી. તેને મળેલી અભૂતપૂર્વ સફળતાના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2022માં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) 2.0 લોન્ચ કરવામાં આવી. આ પોલિસી અંતર્ગત નવા ક્ષેત્રો સાથે પરંપરાગત અને નવા યુગની ટેક્નોલોજી સાથે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, SSIP 1.0 અને 2.0 હેઠળ અત્યારસુધીમાં 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને પ્રૂફ ઑફ કોન્સેપ્ટ (PoC) સ્તરે સહાય આપવામાં આવી છેજ્યારે 4,043થી વધુ IPR (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ) ફાઇલ કરવામાં આવ્યા છે. SSIP અંતર્ગત કુલ 3,287થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શનઇન્ક્યુબેશન સહાય આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશનને આર્થિક સહાયતા માટે SSIP ગ્રાન્ટી સંસ્થાઓ દ્વારા ₹36.43 કરોડના SSIP ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં, SSIP 1.0 અને 2.0 હેઠળ  પોલિસી અમલી બન્યાથી અત્યારસુધીમાં જાગૃતિ અભિયાન થકી 22.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ અંગે માર્ગદર્શન આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

 વધુમાંઅત્યારસુધીમાં શાળાના વિદ્યાર્થીઓના 1948થી વધુ સ્ટાર્ટઅપ પ્રસ્તાવો SSIP 2.0 પોર્ટલ પર રજીસ્ટર થયા છેજેમાંથી લગભગ 1141 વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.

 SSIP આજે શાળા સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને માર્ગદર્શનમેન્ટરશિપનાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ જેવી સર્વગ્રાહી સુવિધાઓ પ્રદાન કરીને ગુજરાતમાં ઇનોવેશન સંસ્કૃતિને મજબૂત બનાવી રહી છે.

 i-Hub: ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર, 750 જેટલા સ્ટાર્ટઅપ્સને સીધી સહાય

 સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત રચાયેલ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) આજે રાજ્યની ઇનોવેશન ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. i-Hub એ રાજ્યમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ માટે કાર્યરત સૌથી મોટી સુવિધા છેજ્યાં સિંગલ વિન્ડો સપોર્ટ સિસ્ટમ થકી કાયદાકીયનાણાકીયતકનીકી તેમજ આયોજનલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે જોડાયેલ કેન્દ્રિયકૃત હબ સ્થાપિત કરીને, i-Hub સ્ટાર્ટઅપ્સને પ્રિ-ઇન્ક્યુબેશનઇન્ક્યુબેશન અને પ્રવેગક તબક્કાઓમાં તેમના વિચારોઉત્પાદન અને રોકાણની જરૂરિયાતો માટે સહાય પૂરી પાડે છે.

 i-Hubની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતીઅને અત્યારસુધીમાં તેના અંતર્ગત 750 જેટલા સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ અને ઇન્ક્યુબેશન સપોર્ટ તેમજ નાણાકીય સહાય આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ યોજના અંતર્ગત 400થી વધુ સ્ટાર્ટઅપ્સને ₹28 કરોડની સહાય પ્રદાન કરવામાં આવી છે. i-Hub ના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ દ્વારા રાજ્યમાં આશરે 4000થી વધુ રોજગારીઓનું સર્જન થયું છેજ્યારે આ સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યૂ અંદાજે ₹3,569 કરોડ સુધી પહોંચી છે.

 i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સને ₹446 કરોડથી વધુનું ખાનગી ભંડોળ વિવિધ વેન્ચર ફંડ્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સાથે, i-Hub એ 20થી વધુ જિલ્લાઓમાં હબ-એન્ડ-સ્પોક મોડલ દ્વારા પહોંચ વધારી છે અને 4.5 લાખથી વધુ યુવાનોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે જાગૃત કર્યા છે.

 WEstart પહેલ હેઠળ 269 મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય

WEstart એ i-Hub દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો માટે શરૂ કરવામાં આવેલી એક વિશેષ પહેલ છે. આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓના વિચારોને સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરવા માટે તેમને નાણાકીય સહાયમાર્ગદર્શન અને નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ઉલ્લેખનીય છે કેઆ પહેલ હેઠળ 269 મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવી છેજે i-Hub દ્વારા કુલ સપોર્ટેડ સ્ટાર્ટઅપ્સના લગભગ 36% છે.

 આ ઉપરાંતમહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સ્ટાર્ટઅપના પ્રારંભિક તબક્કા દરમિયાન વેગ આપવા માટે અને તેમને સંસાધનોની સરળ એક્સેસ આપી શકાય તે માટે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) દ્વારા herSTART કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. herSTART એક વ્યાપક કાર્યક્રમ છેજેના પરિણામે વધુ ને વધુ મહિલા ઉદ્યોગસાહસિકો તેમના વિચારોને પાંખો આપી રહી છેઅને રાજ્યની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાનું યોગદાન નોંધાવી રહી છે.

 આ ઉપરાંતરાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ પણ સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન યોજના જાહેર કરી હતીજેના પરિણામે અનેક સ્ટાર્ટઅપ્સે પોતાના વ્યવસાય અને ઉત્પાદનોનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કર્યું. આ નીતિ હેઠળ સીડ સપોર્ટ દ્વારા 471 સ્ટાર્ટઅપ્સને સહાય પ્રદાન કરવામાં આવી છે.

 વિકસિત ભારતના અમૃતકાળમાં સ્ટાર્ટઅપ્સ માત્ર આર્થિક વિકાસના સાધન નથીપરંતુ નવીનતારોજગાર સર્જન અને આત્મનિર્ભરતાના મજબૂત સ્તંભ છે. ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આજે રાજ્યની મજબૂત ઔદ્યોગિક પરંપરાવિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરસક્રિય નીતિઓ અને યુવા પ્રતિભાના સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.