પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતે LPG આયાતના નવા સ્ત્રોતો શોધ્યા
Files Photo
અમેરિકાથી આયાત વધી ૩૩%, ઇરાનથી પણ સપ્લાય મેળવ્યો
સંઘર્ષ પહેલાં ભારતની લગભગ ૯૦ ટકા LPG આયાત પશ્ચિમ એશિયાના દેશોમાંથી થતી હતી, જેના કારણે પુરવઠામાં અવરોધનો જોખમ ઊંચું હતું
નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં સંઘર્ષ દરમિયાન ભારતે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (ન્ઁય્) માટેના આયાતના સ્ત્રોતોનું નોંધપાત્ર વૈવિધ્યીકરણ કર્યું છે. ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતે અમેરિકા, ઈરાન અને બીજા દેશોમાં LPGઆયાત વધારી હતી. બીજી તરફ સરકાર માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ભાવવધારાનો મોટો ભાર પોતે સહન કરી ડોમેસ્ટિક ગ્રાહકોને રાહત આપી હતી. સંઘર્ષ પહેલાં ભારતની લગભગ ૯૦ ટકા LPGઆયાત પશ્ચિમ એશિયાના દેશોમાંથી થતી હતી, જેના કારણે પુરવઠામાં અવરોધનો જોખમ ઊંચું હતું.
ક્રિસિલના અહેવાલ મુજબ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં અમેરિકાથી LPGઆયાતમાં વધીને લગભગ એક-તૃતીયાંશ (૩૩%) સુધી પહોંચી હતી, જે ફેબ્›આરીમાં માત્ર ૮ ટકા હતી. ભારતે ૨૦૨૫ના અંત ભાગમાં દર વર્ષે ૨૨ લાખ ટન LPGસપ્લાયના માટે અમેરિકા સાથે એક કરાર કર્યાે હતો. આ જથ્થો ભારતની કુલ વાર્ષિક આયાત જરૂરિયાતના લગભગ ૧૦ ટકા જેટલો છે. ભારતે ઇરાનથી પણ ફરી આયાત ચાલું કરી હતી. એપ્રિલમાં દેશની કુલમાંથી આશરે ૬ ટકા આયાત ઇરાનથી કરાઈ હતી. આ ઉપરાંત, આર્જેન્ટિના, ચિલી, ળાન્સ અને નેધરલેન્ડ્સ જેવા દેશોમાંથી પણ ન્ઁય્નો સપ્લાય મેળવવામાં આવી રહ્યો છે.
આ વૈવિધ્યકરણથી પશ્ચિમ એશિયાના સંઘર્ષ દરમિયાન પુરવઠો જાળવવામાં મદદ મળી હતી, પરંતુ લાંબા અંતરના પરિવહન અને વધેલા માલવહન ખર્ચને કારણે કુલ આયાત ખર્ચમાં વધારો થયો હતો. સપ્લાયમાં અવરોધને કારણે દેશની કુલ માગમાં પણ ઘટાડો થયો હતો. એપ્રિલમાં LPGવપરાશ ફેબ્રુઆરીના ૩૨ લાખ ટનથી ઘટીને ૨૪.૭ લાખ ટન રહ્યો હતો. ૨૦૨૫-૨૭ના નાણાકીય વર્ષમાં દેશમાં એલપીજીનો વપરાશ ૬ ટકા વધીને ૩.૩૨ કરોડ ટનના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
જોકે માર્ચ અને એપ્રિલ બંને મહિનામાં વપરાશમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો ઘટાડો થયો હતો. મેમાં વપરાશ વધુ ઘટીને ૨૦ ટકા થયો હતો. ક્રિસિલે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને પગલે એલપીજીના વૈશ્વિક ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ભારતીય આયાત માટેનો મુખ્ય બેન્ચમાર્ક ગણાતો સાઉદી અરામકો કોન્ટ્રાક્ટ પ્રાઈસ ફેબ્›આરીથી જૂન દરમિયાન ૪૬ ટકા વધ્યો હતો. જોકે ભારતમાં આ ભાવવધારો સંપૂર્ણપણે ગ્રાહકો પર લાદવામાં આવ્યો નહોતો. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPGસિલિન્ડરની કિંમત ફેબ્›આરીથી જૂન દરમિયાન લગભગ ૧૦ ટકા વધી હતી.SS1
