Western Times News

Gujarati News

ત્રણ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય થશે અને વરસાદ પડશેઃ હવામાન વિભાગ

weather forecast

દિલ્હીમાં એક સપ્તાહ મોડું ચોમાસું પહોંચશે, વિદર્ભમાં હીટવેવનું એલર્ટ

અરેબિયન સમુદ્રમાં વાદળો ન બંધાવાને કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં થંભી ગઈ હતી

નવી દિલ્હી, દેશમાં જૂન મહિનાના ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં ચોમાસું હજુ પણ સંપૂર્ણ સક્રિય થયું નથી, જેના કારણે દિલ્હી-યુપીથી લઈને મહારાષ્ટ્ર સુધી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, ૨૩ જૂન આસપાસ ચોમાસું ફરી ગતિ પકડશે અને વરસાદ પડવાનું આરંભ થશે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકો મુજબ, અરેબિયન સમુદ્રમાં વાદળો ન બંધાવાને કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં થંભી ગઈ હતી.

વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. શશિ કાંતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ હવે ૨૩ જૂનથી પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે.હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, ૧ જૂનથી ૧૯ જૂન દરમિયાન દેશમાં સરેરાશ ૮૬.૭ મિમી વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર ૫૧.૫ મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા ૪૧ ટકા ઓછો છે. સૌથી ખરાબ સ્થિતિ મધ્ય ભારતમાં જોવા મળી છે, જ્યાં ૬૪ ટકા જેટલો વરસાદ ઓછો થયો છે.

આ ઉપરાંત, પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ભારતમાં ૪૫ ટકા, દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ૨૨ ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૪ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. વરસાદની ખેંચને કારણે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ગરમીએ ફરી માથું ઊંચક્યું છે. અહીં આગામી ૪ દિવસ માટે હીટ વેવ (લૂ) નું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નાગપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. શ્રીકાંત ટી.એસ.ના જણાવ્યા અનુસાર, અલ નીનોની અસરને લીધે ચોમાસા માટે વિદર્ભના લોકોને હજુ ૫ થી ૬ દિવસ વધુ રાહ જોવી પડશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.