‘રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મારી અને હું તેમની દરેક વાત સ્વીકારું તે જરૂરી નથી’ : નેતન્યાહુ
ટ્રમ્પ સાથેના સંબંધો પર નેતન્યાહુની સ્પષ્ટતા
મંત્રણાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બંને મધ્યસ્થ દેશો ટૂંક સમયમાં એક લેખિત દસ્તાવેજ જાહેર કરશે
જેરૂસલેમ, ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પોતાના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઇન્ટરનેશનલ પોલિસી સમિટમાં સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, અમે બંને સ્વતંત્ર અને ગૌરવશાળી દેશોના નેતાઓ છીએ. આથી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મારી બધી જ વાતો સ્વીકારે તે જરૂરી નથી અને હું પણ તેમની દરેક ઇચ્છા પૂરી કરી શકું નહીં.
કેટલીક બાબતોમાં અમારા બંનેના વિચારો ભિન્ન હોઈ શકે છે. પશ્ચિમ એશિયામાં હમાસ, હિઝબુલ્લાહ અને ઇરાન સમર્થિત જૂથો સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે આ નિવેદનને વૈશ્વિક રાજકીય વિશ્લેષકો અત્યંત ગંભીરતાથી જોઈ રહ્યા છે.બીજી તરફ, અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી ગજગ્રાહની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચે સતત ૧૮ કલાક સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી. આ વાટાઘાટોમાં કતાર અને પાકિસ્તાને મધ્યસ્થ તરીકેની મુખ્ય ભૂમિકા ભજવી છે.
ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે, મંત્રણાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બંને મધ્યસ્થ દેશો ટૂંક સમયમાં એક લેખિત દસ્તાવેજ જાહેર કરશે. જેમાં સહમતી સધાયા મુજબના તમામ મુદ્દાઓની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.આ મંત્રણા દરમિયાન ઇરાન દ્વારા અમેરિકા સમક્ષ મુખ્યત્વે બે મોટી માગણીઓ મૂકવામાં આવી છે. ઇરાનની પ્રથમ શરત એ છે કે તેના પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવીને તેને વૈશ્વિક બજારમાં મુક્તપણે તેલ વેચવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવે.
આ ઉપરાંત, ઇરાનની બીજી મોટી માગ અમેરિકી પ્રતિબંધોના કારણે અન્ય દેશોમાં અટવાયેલી તેની અબજો ડોલરની ફ્રોઝન એસેટ્સ એટલે કે જપ્ત થયેલી સંપત્તિ પાછી મેળવવાની છે. ઇરાને ભારપૂર્વક જણાવ્યું છે કે આ બંને જટિલ મુદ્દાઓનો ઉકેલ આવ્યા બાદ જ આગળની સત્તાવાર વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી શકશે.SS1
