Western Times News

Gujarati News

પ્રિયંકા ચોપરા એન્જેલિના જોલી સાથે કામ કરશે

પ્રિયંકા હોલિવૂડ અને ઇન્ડિયન સિનેમા બંનેમાં એક સાથે કામ કરી રહી છે

ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયા, એન્ટાર્કટિકા, આળિકા અને હૈદરાબાદ સહિત વિશ્વના અનેક સ્થળોએ કરવામાં આવ્યું

મુંબઈ, વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસે હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી એન્જેલિના જોલી સાથે કામ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગતો તેણે જાહેર કરી નથી, તેમ છતાં આ જાહેરાતે ચાહકો અને ફિલ્મપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી છે.

તાજેતરમાં ફોર્ચ્યુન ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ પોતાના આગામી પ્રોજેક્ટ્‌સ, કૅરિઅર અને તેને પ્રેરણા આપતી મહિલાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે ખુલાસો કર્યાે કે તે ટૂંક સમયમાં એન્જેલિના જોલી સાથે કામ કરવા જઈ રહી છે.પ્રિયંકાએ કામ વિશે તો વાત કરી, પરંતુ આ પ્રોજેક્ટ ફિલ્મ, કોમર્શિયલ કેમ્પેઇન કે કોઈ સામાજિક કામ સાથે જોડાયેલો છે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી નથી.

પરિણામે સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.એન્જેલિના જોલી અને પ્રિયંકા ચોપરા બંને માત્ર એક્ટર તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે વિવિધ સામાજિક અને માનવતાવાદી કાર્યાે સાથે પણ સંકળાયેલી રહી છે. તેથી બંનેનું આ કામ કયા સ્વરૂપમાં સામે આવશે તે જાણવા ચાહકો આતુર છે. આ વાતચીત દરમિયાન પ્રિયંકાએ એવી મહિલાઓના નામ પણ લીધાં, જેઓ તેનાં માટે પ્રેરણાસ્ત્રોત છે.

તેણે આ યાદીમાં એન્જેલિના જોલી, પેનેલોપ ક્‰ઝ અને સલ્મા હાયેકના નામ લઈને તેમની કારકિર્દી અને વ્યક્તિત્વનાં વખાણ કર્યાં હતાં. હોલિવૂડમાં સતત સફળતા મેળવી રહેલી પ્રિયંકા હવે ભારતીય સિનેમામાં પણ ભવ્ય વાપસી કરવા તૈયાર છે. તે ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની મહત્ત્વાકાંક્ષી એક્શન-એડવેન્ચર ફિલ્મ ‘વારાણસી’માં લીડ રોલમાં જોવા મળશે.ઘણા વર્ષાે બાદ પ્રિયંકાની આ મોટી ભારતીય ફિલ્મ હશે. અહેવાલો અનુસાર, ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયા, એન્ટાર્કટિકા, આળિકા અને હૈદરાબાદ સહિત વિશ્વના અનેક સ્થળોએ કરવામાં આવ્યું છે.

ફિલ્મ અંગે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું, “અમે જે બનાવી રહ્યા છીએ તે અત્યંત મહત્ત્વાકાંક્ષી અને વિશાળ સ્તરની ફિલ્મ છે. લાંબા સમય બાદ આવા સ્કેલની ફિલ્મ બની રહી છે. માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આ એક ખાસ પ્રોજેક્ટ બનશે. છેલ્લા ત્રણ વર્ષથી અમે જે મહેનત કરી છે તે દર્શકો સુધી પહોંચશે તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.”રાજામૌલીની ‘વારાણસી’ને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની યોજના છે. ફિલ્મ ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.