Western Times News

Gujarati News

‘વિવાન’ અને ‘ઇથા’ રક્ષાબંધન ૨૦૨૬ પર બોક્સ ઓફિસે મહાસંગ્રામ

‘ટોક્સિક’, ‘ખોસલા કા ઘોસલા ૨’ મરાઠી તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણ ગાંવકરના જીવન પર આધારિત

આ બાયોપિકનું ડિરેક્શન છાવા ફેમ લક્ષ્મણ ઉટેકરે કર્યું

મુંબઈ, રક્ષાબંધનના તહેવાર દરમિયાન બોક્સ ઓફિસ પર એક મોટી અને રોમાંચક ટક્કર જોવા મળશે. એ એક જ સપ્તાહમાં ચાર મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેના કારણે ૨૦૨૬નું રક્ષાબંધન વીકએન્ડ સિનેમાપ્રેમીઓ માટે ખાસ બનશે. સૌથી મોટી જાહેરાત યશની ફિલ્મ ‘ટોક્સિકઃ અ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ની છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી અને પાછી ઠેલાતી રહેલી આ ફિલ્મ હવે ૨૬ ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. ઓણમ, વરમહાલક્ષ્મી અને રક્ષાબંધન જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ તારીખ પસંદ કરી છે.

ફિલ્મમાં યશ ડબલ રોલમાં જોવા મળશે, જ્યારે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા પણ મહત્વનાં રોલમાં છે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ વર્ષના સૌથી મોટા પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ્‌સમાંની એક ગણાય છે.પરંતુ યશની ફિલ્મ માટે રસ્તો સરળ નહીં હોય. ૨૮ ઓગસ્ટે ત્રણ અન્ય મહત્વની ફિલ્મો પણ રિલીઝ થવા જઈ રહી છે. સૌથી પહેલા ખોસલા કા ઘોસલા ૨ છે, જે ૨૦૦૬ની કલ્ટ કોમેડી ફિલ્મની સિક્વલ છે. અનુપમ ખેર, બોમન ઈરાની, રણવીર શૌરી અને પરવીન ડબાસ ફરી એકવાર દર્શકોને હસાવવા તૈયાર છે. આ વખતે ફિલ્મનું ડિરેક્શન પ્રશાંત ભાગિયાએ કર્યું છે.

બીજી તરફ સિદ્ધાર્થ મલ્હાત્રા અને તમન્ના ભાટિયાની જંગલ એડવેન્ચર ફિલ્મ ‘વીવાનઃ ધ ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ પણ એ જ દિવસે રિલીઝ થશે. બાલાજી મોશન પિક્ચર્સ અને ટીવીએફના સહયોગથી બનેલી આ ફિલ્મ લોકકથા, ફેન્ટસી અને જંગલના રહસ્યો પર આધારિત છે. મુંબઈ કોમિક કોનમાં તેની કોમિક બૂક લોન્ચ થયા બાદ ફિલ્મને લઈને યંગ ઓડિયન્સમાં ઉત્સુકતા વધી છે.આ જ દિવસે શ્રદ્ધા કપૂરની ચર્ચિત ફિલ્મ ઇથા પણ સિનેમાઘરોમાં આવશે. મરાઠી તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત આ બાયોપિકનું ડિરેક્શન છાવા ફેમ લક્ષ્મણ ઉટેકરે કર્યું છે.

ફિલ્મમાં રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. તાજેતરમાં લીક થયેલા ટીઝરે ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ પણ વધારી દીધો છે.આ ચાર ફિલ્મોની ટક્કરમાં એક રસપ્રદ વ્યક્તિગત પાસું પણ જોડાયું છે. વીવાનમાં સિદ્ધાર્થ મલ્હાત્રા લીડ રોલમાં છે, જ્યારે ટોક્સિકમાં તેની પત્ની કિયારા અડવાણી મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે. લગ્ન પછી પ્રથમ વખત પતિ-પત્નીની ફિલ્મો બોક્સ ઓફિસ પર સામસામે આવી રહી છે, જેના કારણે ચાહકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.ફિલ્મ ટ્રેડ વિશ્લેષકોના મતે, ચારેય ફિલ્મો અલગ-અલગ પ્રકારના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ટોકસિક એક વિશાળ પેન-ઇન્ડિયા એક્શન ડ્રામા છે, જ્યારે થોસલા કા ઘોસલા ૨ ફેમિલી કોમેડી છે, વીવાન ફેન્ટસી એડવેન્ચર છે અને ઇથા બાયોગ્રાફિકલ ડ્રામા છે. તેથી દર્શકોના અલગ વર્ગાેને આકર્ષવાની તેમની ક્ષમતા જ તેમની સફળતા નક્કી કરશે.રક્ષાબંધન દરમિયાન આ પ્રકારની મોટી ટક્કર ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે ૨૦૨૨માં અક્ષય કુમારની રક્ષાબંધન અને આમિર ખાનની લાલ સિંઘ ચઢ્ઢા વચ્ચે મોટી ટક્કર જોવા મળી હતી. હવે ૨૦૨૬માં ચાર મોટા પ્રોજેક્ટ્‌સ એકસાથે મેદાનમાં ઉતરતા બોક્સ ઓફિસ પર જબરદસ્ત સ્પર્ધા સર્જાવાની શક્યતા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.