Western Times News

Gujarati News

અલી ફઝલના ખુંખાર અવતાર સાથે મિર્ઝાપુરનું નવું પોસ્ટર રિલીઝ

પોસ્ટર સાથે ફિલ્મ મિર્ઝાપુર અંગે ઉત્સુકતા વધી

હિન્દી અને તેલુગુ ભાષામાં તૈયાર થઈ રહેલી ફિલ્મ દુનિયાભરમાં ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે

મુંબઈ, જ્યારથી લોકપ્રિય વૅબ સિરીઝ મિર્ઝાપુર પરથી ફિલ્મ બનવાની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા છે. હવે આ ફિલ્મનું ટીઝર લોંચ થાય એ પહેલાં અલી ફઝલને દર્શાવતું એક પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. ૨૫ જૂને ફિલ્મનું ટીઝર લોંચ થાય એ પહેલાં ફિલ્મ વિશે ચર્ચાઓ અને ઉત્સુકતા વધે તે હેતુથી અલી ફઝલનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે.આ પોસ્ટરમાં અલી ફઝલ તેનાં એ જ જુના અવતારમાં જોવા મળે છે, ઉગ્ર, ઘાતક અને મજબુત.

જે દર્શાવે છે કે ફિલ્મમાં સત્તા, બદલો અને વર્ચસ્વની લડાઈ વધુ ભવ્ય અને તીવ્ર સ્વરૂપમાં જોવા મળશે. ‘મિર્ઝાપુર’ની ઓળખ બની ગયેલા સત્તા સંઘર્ષ અને હિંસક રાજકારણના તત્વો આ ફિલ્મમાં પણ કેન્દ્રસ્થાને રહેશે તોવા પોસ્ટર પરથી ખ્યાલ આવે છે.જોકે પોસ્ટર ચાહકોમાં ઉત્સુકતા જગાવવામાં સફળ રહ્યું છે. આ દૃશ્ય ચાહકોને યાદ અપાવે છે કે મિર્ઝાપુરની ગાદી માટેની લડાઈ હજુ પૂરી થઈ નથી અને આ દુનિયા હવે વધુ મોટા અને ભવ્ય સિનેમેટિક સ્વરૂપમાં પરત ફરવા જઈ રહી છે.

ફિલ્મના ટીઝરની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, કારણ કે તે ફિલ્મની એક્શનથી ભરપૂર વાર્તા અને તેના વિશાળ સ્કેલની પ્રથમ ઝલક આપશે. ‘મિર્ઝાપુરઃ ધ મુવી’ને એમેઝોન અને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, તેનું ડિરેક્શન ગુરમીત સિંઘે કર્યું છે અને ફિલ્મ પુનીત ક્રિશ્નાએ લખી છે. હિન્દી અને તેલુગુ ભાષામાં તૈયાર થઈ રહેલી ફિલ્મ દુનિયાભરમાં ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે. ચાહકો હવે ફિલ્મના ટીઝર અને વધુ વિગતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.