ગુજરાત કેડરના ૧૭ અધિકારીઓને કેન્દ્ર સરકારે IAS કેડરમાં નિયુક્તિને મંજૂરી આપી
અમદાવાદ, ગુજરાતના વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયરૂપે કેન્દ્ર સરકારે રાજ્ય વહીવટી સેવાના ૧૭ અધિકારીઓને IAS કેડરમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. વર્ષ ૨૦૨૫ની પસંદગી યાદી હેઠળ થયેલી આ નિમણૂકો બાદ તમામ અધિકારીઓને ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવશે.
ગુજરાત રાજ્યની વહીવટી સેવાના કુલ ૧૭ અધિકારીઓને ભારતીય વહીવહટી સેવામાં બઢતી આપવા બાબતે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના ૧૭ અધિકારીઓની ૈંછજીમાં નિમણૂંકને આપી મંજૂરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫ની પસંદગી યાદી અંતર્ગત રાજ્ય વહીવટી સેવાના અધિકારીઓને નિમણૂંક આપવામાં આવેલી છે. નવી નિમણૂંક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ અપાશે.
મળતી માહિતી મુજબ નિમણૂંક પામેલા અધિકારીઓમાં આરએન કુછરા, આરપી પટેલ, સીબી ગણાત્રા, સીએ ગાંધી, બીએન પટેલ, એમકે જોશી, એકે જોશી, કેએસ ઝાલા, વીકે જાદવ, ડીકે પટેલ, બીએચ પટેલ, આઈઆર વાળા, એમડી ચૂડાસમા, બીએસ પ્રજાપતિ, વીજી પટેલ, એકે વસતાણી અને પીબી રાઠોડનો સમાવેશ થાય છે.
નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાઓને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઇ શકે છે.
નિમણૂંક મેળવેલા તમામ અધિકારીઓ હાલ પ્રોબેશન પર રહેશે. આ ઉપરાંત તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દસ્તાવેજો મોકલવા માટેની સૂચના આપવામાં આવેલી છે. ઉપરોક્ત નિમણૂંક પામેલા તમામ અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંક આપવામાં આવશે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.
