વડોદરા IOCL રિફાઇનરી કૌભાંડ: સેજલ કોલ્હાતકર સામે CBIએ નોંધી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક
-
Vadodara News: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં રૂ. 1.53 કરોડની નાણાકીય ગેરરીતિ, ગાંધીનગર CBI ની મોટી કાર્યવાહી
- IOCL વડોદરા ભ્રષ્ટાચાર કેસ: લોનના નાણાં અંગત રોકાણમાં વાપર્યા, વેન્ડર્સના ખાતામાંથી પત્નીના ખાતામાં ગયા લાખો રૂપિયા
સિનિયર મેનેજરે કર્મીઓના ‘SAP’ આઈ.ડી. નો દુરુપયોગ કર્યો -વડોદરા IOCL રિફાઇનરીમાં રૂ. ૧.૫૩ કરોડનું કૌભાંડઃ CBIએ ગુનો નોંધ્યો
અમદાવાદ,વડોદરા સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ગુજરાત રિફાઇનરીમાં રૂ. ૧.૫૩ કરોડની નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરાયો છે.
ગાંધીનગર સીબીઆઈએ તત્કાલીન સિનિયર મેનેજર (ફાઇનાન્સ) સેજલ કોલ્હાતકર સામે લાંચ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. IOCLના એક્ઝેક્યટીવ ડાયરેક્ટર(વિજિલન્સ) રાજીવ કક્કડ દ્વારા અપાયેલી લેખિત ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સેજલ કોલ્હાતકરે ૨૨ માર્ચ ૨૦૨૪ થી ૨ જૂન ૨૦૨૫ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને
યોગ્ય આધાર પુરાવા કે દસ્તાવેજો વગર પેમેન્ટ વાઉચર મંજૂર કરીને આશરે રૂ ૧.૫૩ કરોડ જેટલી રકમ ચાર ચોક્કસ વેન્ડર્સ (ટેલીકોમ ઇલેક્ટ્રોનિક્સ, ભારતીય કન્સટ્રક્શન, આલ્ફ ઇલક્ટ્રોનિક્સ અને પી.એસ એન્જિનિયરિંગ) ના ખાતામાં ડાયવર્ટ કરી દીધી હતી.
આ ઉપરાંત સિસ્ટમમાં એન્ટ્રી કરવા માટે પોતાના હાથ નીચેના જુનિયર કર્મચારીઓના ‘SAP’ આઈ.ડી. નો અનધિકૃત ઉપયોગ કર્યો હતો, જેથી મેકર (એન્ટ્રી કરનાર) તરીકે અન્ય વ્યક્તિ દેખાય અને પોતે જ ચેકર/એપ્રુવર બનીને પેમેન્ટ પાસ કરી દીધા હતાં. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની તરફથી મળેલ રૂ. ૭૪ લાખની હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લોનનો ઉપયોગ ઘર બનાવવાને બદલે પોતાના અંગત રોકાણો માટે કર્યો હતો.
વેન્ડર્સના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનાં બદલામાં આરોપી અને તેમના પત્નીનાં ખાતામાં લાખો રૂપિયા જમા થયા હોવાનું બેંક સ્ટેટમેન્ટ્સ પરથી સામે આવ્યું હતું. ઓથોરિટી ચકેશકુમાર જૈન દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૭(છ)હેઠળ તપાસની મંજૂરી મળતા CBIએ ગુનો નોંધ્યો છે.
