મોહર્રમના જુલૂસમાં કાર બ્લાસ્ટ કરાતા વિવાદ વકર્યો
દોષિતો સામે કાર્યવાહી કરવા VHPની માંગ
ધાર્મિક આયોજનોના નામે આવા ખતરનાક શક્તિ પ્રદર્શનને સભ્ય સમાજમાં ક્યારેય સ્વીકારી શકાય નહીં
ઉજ્જૈન,વિશ્વ હિન્દુ પરિષદે (VHP) ઉજ્જૈનમાં મોહર્રમના જુલૂસ દરમિયાન થયેલી એક ઘટનાની તપાસની માંગ કરી છે. ૨૩ જૂને બડનગરમાં વાયરલ થયેલા વીડિયોમાં ક્રેનથી લટકાવેલી વાનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી. VHPએ આને ધર્મના નામે ડર અને શક્તિ પ્રદર્શન ગણાવ્યું છે. રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે મુખ્યમંત્રી અને પોલીસને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદે (VHP) મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મોહર્રમ જુલૂસ દરમિયાન થયેલી એક ઘટનાની તપાસ કરવાની માગ કરી છે. આ ઘટનામાં એક વૅનને ક્રેનથી લટકાવીને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી.
સંગઠને જણાવ્યું કે, ધાર્મિક આયોજનોના નામે આવા ખતરનાક શક્તિ પ્રદર્શનને સભ્ય સમાજમાં ક્યારેય સ્વીકારી શકાય નહીં.VHPની આ માગણી ૨૩ જૂનની રાત્રે બડનગરમાં કાઢવામાં આવેલા મોહર્રમ જુલૂસનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામે આવી છે. વીડિયોમાં એક ક્રેન દ્વારા વૅનને હવામાં આશરે ૪૦ ફૂટ ઊંચે ઉઠાવેલી જોઈ શકાય છે, જ્યારે બે યુવકો ત્યાં ઝંડા લહેરાવી રહ્યા હતા. તે પછી તરત જ એ વૅનને એક જોરદાર ધડાકા સાથે ઉડાવી દેવામાં આવી હતી.VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે.
તેમણે આક્ષેપ કર્યાે છે કે, આનો મુખ્ય હેતુ ધર્મના નામે ડર પેદા કરવાનો અને શક્તિનું પ્રદર્શન કરવાનો હતો.બંસલે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘મધ્ય પ્રદેશના બડનગર (ઉજ્જૈન)માં મોહર્રમ જુલૂસ દરમિયાન ક્રેનથી લટકાવીને કારને વિસ્ફોટથી ઉડાવવાની ઘટના અત્યંત ગંભીર છે. બે દિવસ પહેલાં રાત્રિના અંધારામાં આ કોઈ સામાન્ય ધાર્મિક આયોજન નહોતું, પરંતુ કટ્ટરપંથીઓ દ્વારા ભય અને આતંકી માનસિકતાનું ખુલ્લેઆમ પ્રદર્શન હતું. ધર્મના નામે ધડાકા, ભય અને શક્તિનું પ્રદર્શન કરનારાઓએ સમજી લેવું જોઈએ કે બાબાના ભક્તો આતંક, કટ્ટરતા અને જેહાદી માનસિકતા સામે ક્યારેય ઝૂકવાના નથી.
ધાર્મિક આયોજનોના નામે વિસ્ફોટક અને ખતરનાક શક્તિ-પ્રદર્શન સભ્ય સમાજમાં ક્યારેય પણ સ્વીકાર્ય હોઈ શકે નહીં.’મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યની પોલીસને ટેગ કરીને બંસલે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવાની માગ કરી છે. વિહિપ નેતાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આના માટે પરવાનગી કેવી રીતે આપવામાં આવી અને દોષિતો સામે શું કાર્યવાહી કરાઈ છે? મધ્ય પ્રદેશ સરકાર અને પોલીસે આ અંગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ.’SS1
