Western Times News

Gujarati News

સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં જુગાર રમી રહેલા 13 અઠંગો ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

મહુધાના મહીસા ગામમાં LCBનો દરોડોઃ જુગાર રમતા ૧૩ ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા તાલુકા ના મહીસા ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં જુગાર રમી રહેલા ૧૩ ઇસમોને ખેડા LCBની ટીમે ઝડપી પાડ્‌યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ અને જુગાર સાહિત્ય સહિત કુલ રૂપિયા ૬૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓ વિરૂદ્ધ મહુધા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

મળતી માહિતી મુજબ ખેડા એલસીબી ને એવી માહિતી મળી હતી કે મહીસા ગામના કાકલીયા ફળિયામાં રહેતો ચિરાગ ચૌહાણ પોતાના ઘરની પાછળના ભાગે ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે.આ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો પાડ્‌યો હતો.

રેડ દરમિયાન ઘટનાસ્થળેથી જુગાર રમી રહેલા કુલ ૧૩ ઇસમો રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે પકડાયેલા તમામ શખ્સોની અંગ જડતી લેતા તેમાંથી રોકડા રૂપિયા ૫૭,૦૦૦ મળી આવ્યા હતા, જ્યારે દાવ ઉપરથી રોકડા રૂપિયા ૯,૨૦૦ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ રૂપિયા ૬૬,૨૦૦ની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે એલસીબીના સ્ટાફે તમામ આરોપીઓ વિરૂદ્ધ મહુધા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી ૧. ચિરાગકુમાર મોજીસભાઈ ચૌહાણ – રહે. કાકલીયા ફળિયું તાબે, મહીસા, ૨. નીરવકુમાર કનુભાઈ પારેખ – રહે. વડોદરા ૩. ઐયુબખાન મહંમદખાન પઠાણ – રહે. ઇન્દીરા નગરી, ભાલેજ, ૪. મહેબુબમીંયા હસુમીંયા મલેક – રહે. વ્હોરા કોલોની, કાલસર, ૫. વસીમઅકરમ ઉર્ફે ભયલું ઇસુબભાઈ વ્હોરા – રહે. રાવળવાસના નાકે, અલીણા,

૬. ફારુકદીન સરફુદીન કાઝી – રહે. ભાલેજ ઇન્દીરા નગરી, ૭. સબ્બીરમીંયા ફરીદમીંયા મલેક – રહે. ભાલેજ ૮. ઇનાયતમીંયા નબીમીંયા મલેક – રહે. સલાબતવાડા, ભાલેજ, ૯. સંજયકુમાર મણીલાલ રાણા – રહે. વડાબજાર, ઉમરેઠ, ૧૦. મુકેશભાઈ અંબાલાલ વાળંદ – રહે. જાગનાથ ભાગોળ, ઉમરેઠ, ૧૧. ગોરાભાઈ રેવાભાઈ સીરોડીયા (કાઠી) – રહે. મહીસા,૧૨. બીસ્મીલ્લાખાન રહેમાનખાન પઠાણ – રહે. કાકલીયા ફળિયું તાબે, મહીસા, ૧૩. શરીફખાન હબીબખાન પઠાણ – રહે. કાકલીયા ફળિયું તાબે, મહીસા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.