Western Times News

Gujarati News

ગામની ઓરડીમાંથી અફીણનો જથ્થો જપ્ત, મકાન માલિક પોલીસ સકંજામાં

પ્રતિકાત્મક

શિરોહીના રવિયાણા ગામે મકાનમાંથી ૪.૭૨ લાખનો અફીણનો જથ્થો ઝડપાયો

  • Banaskantha Crime: શિહોરીના રવિયાણા ગામેથી ૪.૭૨ લાખનો અફીણનો જથ્થો ઝડપાયો, એસઓજી પોલીસે બે સામે નોંધ્યો ગુનો

  • SOG Raid in Banaskantha: બનાસકાંઠા એસઓજીનું મોટું ઓપરેશન, શિહોરી વિસ્તારમાંથી ૯૪૪ ગ્રામ અફીણ સાથે એકની અટકાયત

  • શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની રેડ

(એજન્સી)પાલનપુર, બનાસકાંઠા એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીના આધારે રવિયાણા ગામના સીમ વિસ્તારમાં રહેણાંક ઓરડીમાંથી અફીણનો ૯૪૪.૧૦ ગ્રામ જથ્થો કિં. રૂ. ૪,૭૨,૦૫૦નો જપ્ત કરી મકાન માલિકની અટકાયત કરી હતી. તેમજ અફીણ આપનાર સહિત બે સામે ગુનો નોંધ્યો હતો.

એસઓજી શાખાના પીએસઆઈ તથા તેમના સ્ટાફના ઇન્દ્રજીતસિંહ, મુકેશભાઇ, માવજીભાઇ, નટવરભાઇ વગેરે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખોડા ગામથી રવિયાણા તરફ જતા રોડ ઉપર ખેતરમાં રહેણાંક ઘરમાં તેમજ ઘરની નજીક બનાવેલી ઓરડીમાં અફીણનું વેચાણ થાય છે.

આ બાતમીના આધારે પોલીસે રવિયાણા ગામે ખેતરમાં જઇ ખેતર માલિક અમરાભાઇ કરશનભાઇ પટેલની પૂછપરછ કરી તપાસ કરતાં ઘરની આગળ બનાવેલી ઓરડીમાં ગોદડા મૂકવાના ટેબલ નીચેથી પ્લાસ્ટિકની ૪ થેલીઓ મળી આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.