Western Times News

Gujarati News

આ કારણસર GSRTC નિગમ પર પડશે 24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ

પ્રતિકાત્મક

ગુજરાતના એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો-૫૫ ટકાથી વધીને ૫૮ ટકા થયું, એરિયર્સ પણ ચુકવાશે

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના હજારો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અગાઉ ૫૫ ટકા મુજબ મળતું DA હવે વધારીને ૫૮ ટકા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલા મોંઘવારી ભથ્થાનો જ લાભ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. ૨૪ કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ પડશે, પરંતુ તેનાથી કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે. સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. મોંઘવારી ભથ્થું એટલે કર્મચારીઓને વધતી મોંઘવારીની અસર સામે આર્થિક સુરક્ષા આપવા માટે આપવામાં આવતું વધારાનું ભથ્થું. સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને આ લાભ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.