Western Times News

Gujarati News

આલ્ફા માટે આલિયાને પચ્ચીસ સામે શર્વરીને માત્ર ત્રણ કરોડ મળ્યા

બોબી દેઓલને છ કરોડ મળ્યા હોવાની અટકળ

અત્યાર સુધી પ્રમોશનલ કેમ્પેઈનમાં પણ આલિયા સામે શર્વરીની ભારોભાર અવગણના કરવામાં આવી

મુંબઈ,આગામી ફિલ્મ ‘આલ્ફા’માં મુખ્ય હિરોઇન આલિયા ભટ્ટને પચીસ કરોડ રૂપિયા ફી ચૂકવવામાંઆવી હોવાની ચર્ચા છે તેની સામે શર્વરીને આઠ ગણી ઓછી એટલે કે માંડ ત્રણ કરોડ રૂપિયા જ ફી ચૂકવાઇ હોવાનું મનાય છે.ફિલ્મમાં વિલનની ભૂમિકા કરતાં બોબી દેઓલને તથા પીઢ અભિનેતા અનિલ કપૂરને પણ છ- છ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની અટકળો થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રજૂ થયેલા ‘આલ્ફા’નાં પ્રમોશનલ મટિરિયલમાં પણ આલિયાની સરખામણીએ શર્વરીની બહુ અવગણના કરાઈ હોવાની ટીકા ચાહકો કરી રહ્યા છે.

સ્પાય યુનિવર્સનો હિસ્સો ગણાતી આ ફિલ્મમાં હ્રિતિક રોશને એક નાનકડી પણ મહત્વની મેજર કબીર ખાનની ભૂમિકા ભજવી છે પણ તેના માટે તેને કેટલી રકમ ચૂકવાઇ છે એ હજી રહસ્ય છે. આ ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડનું હોવાનું મનાય છે.ત્રીજી જુલાઇએ બે હિરોઇનને ચમકાવતી એક્શન ફિલ્મ ‘આલ્ફા’ રજૂ થવા સાથે અન્ય એક એક ફિલ્મ એવી પણ રજૂ થવાની છે જેમાં હિરોઇન બહેરી મૂંગી હોવા છતાં મર્ડર કરે છે. હુમા કુરેશીની ફિલ્મ ‘બેબી ડુ ડાઇ ડુ ‘નામની ફિલ્મમાં હુમા ફિમેલ એસેસિન બની છે. બીજી તરફ આલ્ફામાં આલિયા ભટ્ટ અને શર્વરીની સ્પાય યુનિવર્સમાં એન્ટ્રી કેવી પડે છે તેની ચાહકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.