પ્રાંતિજ અને હિંમતનગરની બેન્કોમાં ખાતાં ખોલાવી છેતરપિંડી કરાતાં ૧૬ સામે ફરિયાદ
ચારને સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લીધા
ટોળકીના સભ્યોએ અંદાજે રૂપિયા ૫.૦૪ કરોડથી વધુની રકમનું ફ્રોડ કર્યું ઃ રાજસ્થાનથી ફ્રોડના નાણાં ઉપાડવામાં આવતા હતા
હિંમતનગર, પ્રાંતિજ અને હિંમતનગરમાં આવેલી કેટલીક બેન્કોના ખાતાધારકોના બેન્ક એકાઉન્ટ નંબર જાણી લઇ ૧૬ જણાએ ૭૩થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મંગળવારે સાયબર પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે ઠગ ટોળકીના ચાર જણાને ઝડપી પૂછપરછ હાથ ધરતાં સાયબર ઠગો દ્વારા અંદાજે રૂ. પ.૦૪ કરોડથી વધુની રકમનું ફ્રોડ કર્યા હોવાનું માલૂમ પડ્યું છે.
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા પીઆઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પ્રાંતિજ અને તલોદના મળી ૧૬ જણાએ સાયબર ફ્રોડ આચરવાના આશયથી ૭૩થી વધુ લોકોનો સંપર્ક કરી તેમના આધાર પૂરાવા લઈને કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, ઈન્ડસન્ડ બેન્ક તથા યુકો બેન્કમાં ૧૪ જણાના કહેવાથી ખાતા ખોલાવી દીધા હતા. અન્ય બે જણાએ આ વિગતો સિન્ડીકેટ બેન્કના કેટલાક ખાતેદારોને મોકલી આપી હતી.
આ ગેન્ગે એનસીસીઆરપી પોર્ટલમાં નોંધાયેલા ૭૩ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હતી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર ફ્રોડ કરીને અવાર નવાર ખાતામાં લેવડ-દેવડ કરી અંદાજે રૂ. ૩ર લાખથી વધુની રકમ ૧પ જણાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. એટલું જ નહીં પણ દેશના અન્ય રાજ્યોના નાગરિકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમને પણ લાલચ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ખુદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ હતી.
આ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકના બી.એન.તરાલ સહિતની ટીમે તપાસ હાથ ધરી ૧૬ જણા સામે ગુનો નોંધી તપાસ કરી ઠગ ટોળકીના નેટવર્કનો પર્દાફાર્શ કર્યાે હતો. પોલીસને માહિતી મળી હતી કે, સાયબર ફ્રોડને અંજામ આપવા માટે હેત સોલંકી અને ધ્›વ દરજી તથા રેખાબેન વણકર ખાતાધારકોને કમિશનની લાલચ આપી વિવિધ બેન્કમાં ખાતા ખોલાવી તેમના બેન્ક એકાઉન્ટની કિટ મેળવી લેતાં હતા અને તે અમદાવાદના દીપક તિવારી અને તરૂણ વછેટાને મોકલી રાજસ્થાનથી ફ્રોડના નાણાં ઉપાડવામાં આવતા હતા.SS1
