Western Times News

Gujarati News

20,000/- ની ઉઘરાણીમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

Files Photo

ધોકા-પાઇપથી ઢોર માર માર્યાે

ઉલ્લાસ ચોકમાંથી સ્કુટર પર ઉઠાવી જઈ વૈશાલી સિનેમાની ખાલી જગ્યામાં પિતા-પુત્રનો આતંક

ભાવનગર, ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર ૨૦ હજાર રૃપિયાની લેતી-દેતીમાં યુવકનું ધોળેદિવસે અપહરણ કરી તેને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.સુભાષનગરમાં રહેતા અને વીમા એજન્ટ તરીકે કામ કરતા ૨૬ વર્ષિય રાહુલભાઈ નરેશભાઈ બારૈયાએ ચાર-પાંચ દિવસ પહેલાં રોહિત પ્રવિણભાઈ વાજા પાસેથી રૃ. ૨૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા.

ગત ૨૯ જૂનના રોજ બપોરે સવા ત્રણ વાગ્યે રાહુલભાઈ જ્યારે રૃવાપરી રોડ પર આવેલા ઉલ્લાસ ચોક મેલડી માતાના મંદિર પાસે મિત્ર સાથે બેઠા હતા, ત્યારે રોહિત ત્યાં સ્કુટર લઈને ધસી આવ્યો હતો. તેણે રૃપિયાની ઉઘરાણી કરી રાહુલભાઈને બળજબરીથી પોતાના સ્કુટર પર બેસાડી દીધા હતા અને ફિલ્મી ઢબે તેનું અપહરણ કરીને વૈશાલી સિનેમાની ખાલી જગ્યામાં લઈ ગયો હતો. વૈશાલી સિનેમા પાસે રોહિતના પિતા પ્રવિણ ઉર્ફે પલ્લા શેઠ વાજા પણ હાજર હતા.

બંને બાપ-દીકરાએ ગાળો આપી ઉશ્કેરાઈ જઈને લાકડાના ધોકા અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે રાહુલભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં રાહુલભાઈને ડાબા પગની ઘૂંટી, ડાબા હાથ, પીઠ અને જમણા સાથળના ભાગે ગંભીર મૂંઢ ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવક જેમ-તેમ કરીને ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો હતો અને ૧૦૮ મારફતે સર.ટી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવથી ગભરાઈ ગયેલા યુવકે આખરે હિંમત કરી પિતા-પુત્ર વિરૃદ્ધ બી.એન.એસ. તથા જી.પી.એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.