Western Times News

Gujarati News

ફ્રી પબ્લિસિટી માટે રામાયણના નબળાં VFX શોટ રીલિઝ કરાયાં

સેટ પર ગયેલાં કન્ટેન્ટ ક્રિયેટર્સે વટાણા વેરી દીધા

લોકો ટીકા કરે અને તેથી પબ્લિસિટી મળે તેવો હેતુ, જોકે, બાદમાં કોમેન્ટ ડિલીટ કરવામાં આવ્યો હતો

મુંબઈ,નિતેશ તિવારીની ‘રામાયણ’ના સેટની મુલાકાત લેનાર એક કન્ટેન્ટ ક્રિયેટરે દાવો કર્યાે હતો કે ફિલ્મના પ્રથમ ટીઝરમાં રામનું નબળું વર્ઝન ઓનલાઇન ચર્ચા છેડવા માટે ઇરાદાપૂર્વક મુકવામાં આવ્યું છે.કન્ટેન્ટ ક્રિયેટરે દાવો કર્યાે હતો કે તેણે આ અઠવાડિયે ફિલ્મના સેટ પર યોજાયેલાં ક્રિયેટર્સ ડેમાં ભાગ લઇ વીએફએક્સ આર્ટીસ્ટ સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ટીઝરમાં દર્શાવવામાં આવેલાં સીનના સારા વર્ઝન મોજૂદ છે.

આમ છતાં તેમણે ઇરાદાપૂર્વક પુરાં ન થયેલાં વર્ઝનને રિલિઝ કરવા માટે પસંદ કર્યું છે. આમ શા માટે તેવા સવાલનો જવાબ એ છે કે આ સીનની ચર્ચા અને ટીકા ઓનલાઇન થવા માંડે એટલે ફિલ્મનું મફતિયા માર્કેટિંગ થઇ જાય.જો કે, બાદમાં કન્ટેન્ટ ક્રિયેટર્સે કોમેન્ટ સેકશનમાંથી પોતાના મૂળ જવાબને હટાવી નવો જવાબ મુકી જણાવ્યું હતું કે વીએફએક્સનું કામ હજી ચાલી રહ્યું છે મને થોડું અધૂરૂ કામ બતાવવામાં આવ્યું હતું પણ તે મહિનાઓ અગાઉનું હતું એમ હું માનું છું.

પરંતુ ઓરિજિનલ કોમેન્ટનો સ્ક્રિન શોટ વાઇરલ થઇ ગયો છે અને ફિલ્મ નિર્માતાની પોલ પકડાઇ ગઇ છે. કન્ટેન્ટ ક્રિયેટર્સે જણાવ્યા અનુસાર જ વીએફએક્સ અને સીજીઆઇની ઘણાં લોકોએ ટીકા કરી હતી અને ફિલ્મની ટીમે તેમની ટીકાઓને ધ્યાનમાં લઇ ફિલ્મ રિલિઝ કરતાં પહેલાં તેમાં જરૂરી સુધારા વધારા કરવાની ખાતરી પણ આપી હતી.રણબીર કપૂરને રામ તરીકે રજૂ કરતી ‘રામાયણ’નો પ્રથમ ભાગ૨૦૨૬ની દિવાળીમાં રજૂ કરવામાં આવશે. તેના એક વર્ષ બાદ બીજો ભાગ આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.