અમદાવાદ-મુંબઈઃ કર્ણાવતી અને વંદે ભારત સહિત અનેક ટ્રેનો ટૂંકાવી દેવાઈ
મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત
- મુંબઈ ડિવિઝનમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક પર પાણી ભરાયા.-વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે
પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે સફાલે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો (શોર્ટ ટર્મિનેટ / શોર્ટ ઓરિજિનેટ)
- ટ્રેન નંબર 12934 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ તારીખ 06.07.2026 ના રોજ વલસાડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (યાત્રા વહેલી પૂર્ણ) કરવામાં આવી છે અને ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ 06.07.2026 ના રોજ વલસાડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (નવેસરથી શરૂ) થશે.
- ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ (યાત્રા શરૂઆત તારીખ: 05.07.2026) ને વાપી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યnગરી એક્સપ્રેસ તારીખ 06.07.2026 ના રોજ વાપીથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ તારીખ 06.07.2026 ના રોજ સુરત સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ તારીખ 06.07.2026 ના રોજ સુરતથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ (યાત્રા શરૂઆત તારીખ: 05.07.2026) ને નવસારી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસ તારીખ 06.07.2026 ના રોજ નવસારીથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- ટ્રેન નંબર 22962 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને તારીખ 06.07.2026 ના રોજ વાપી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ વાપીથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને તારીખ 06.07.2026 ના રોજ બિલીમોરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ બિલીમોરાથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ (યાત્રા શરૂઆત તારીખ: 05.07.2026) ને સુરત સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 20907 દાદર-ભુજ એક્સપ્રેસ સુરતથી શોર્ટ ઓરિજિનેટ થશે.
રેગ્યુલેટ (અટકાવેલી) કરાયેલી ટ્રેનો
- 12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ – ગોઠણગામ
- 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ – કીમ
- 20908 ભુજ – દાદર સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ – અંકલેશ્વર
- 22954 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ – લાકોદરા દેથાન
- 16588 બીકાનેર – યશવંતપુર એક્સપ્રેસ – ઇટોલા
- 22738 હિસાર – સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ – બાજવા
- 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – વાસદ
મધ્ય રેલવેમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ (માર્ગ પરિવર્તિત) કરવામાં આવ્યા છે:
માર્ગ પરિવર્તિત (ડાયવર્ટેડ) ટ્રેનો
- ટ્રેન નંબર 22920 અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 06.07.2026) સુરત-પાલધી-જલગાંવ-મનમાડ-દૌંડ થઈને દોડશે.
- ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 06.07.2026) દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત થઈને દોડશે.
- ટ્રેન નંબર 12298 પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 06.07.2026) દૌંડ કોર્ડ-મનમાડ-ઇગતપુરી-કલ્યાણ થઈને દોડશે.
- ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ (યાત્રા શરૂઆત: 05.07.2026) દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત થઈને દોડશે.
- ટ્રેન નંબર 20953 ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 05.07.2026) દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત થઈને દોડશે.
- ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 06.07.2026) સુરત-પાલધી-જલગાંવ-મનમાડ-દૌંડ થઈને દોડશે.
- ટ્રેન નંબર 16531 અજમેર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 06.07.2026) સુરત-પાલધી-જલગાંવ-મનમાડ-દૌંડ થઈને દોડશે.
- ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસ (યાત્રા શરૂઆત: 05.07.2026) સુરત-પાલધી-जલગાંવ-મનમાડ-દૌંડ થઈને દોડશે.
