Western Times News

Gujarati News

કલોલના મોટી ભોંયણ ગામે વીજળી પડતાં ૬૩ પશુના મોત

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની જામતી સવારી વચ્ચે રવિવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્્યો હતો. આ વરસાદ કલોલ તાલુકાના એક પશુપાલક પરિવાર માટે માતમ લઈને આવ્યો છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામે રવિવારે પડેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં એકસાથે ૬૩ પશુઓના કરુણ મોત નીપજ્યા છે. આ આકસ્મિક આફતને પગલે સ્થાનિક પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ, રવિવારે કલોલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થતાં પશુપાલકે પોતાના પશુઓને સુરક્ષિત રાખવા માટે ગામમાં આવેલા એક મોટા વૃક્ષ નીચે બાંધ્યા હતા. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વરસાદ દરમિયાન આ જ વૃક્ષ પર અચાનક ભારે કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી.

વૃક્ષ પર વીજળી પડતાં જ તેની નીચે આશરો લઈ રહેલા અબોલ પશુઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટનામાં સ્થળ પર જ ૬૨ બકરીઓ અને એક ગાય સહિત કુલ ૬૩ પશુઓના મોત નીપજ્યા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં અબોલ જીવોના મોત થતાં સમગ્ર મોટી ભોંયણ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.જે પશુઓના સહારે આખો પરિવાર ગુજરાન ચલાવતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.