ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ
ભારતનું પ્રતિનિધિમંડળ જોડાતાં ઇરાને આભાર માન્યો
હૂથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની ખુલ્લેઆમ હાજરીના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થયું
તહેરાન, ઇરાનના સર્વાેચ્ચ વડા ખામેનેઈના અંતિમ સંસ્કાર ફક્ત અંતિમવિધિ ન રહેતા ઇરાન માટે વિશ્વ સમક્ષ રાજકીય પ્રદર્શનનું માધ્યમ બન્યા હતા. આ પ્રદર્શનમાં હુથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની હાજરીએ દર્શાવ્યું કે ઇઝરાયેલ સામે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ભારે નુકસાન છતાં પણ યથાવત્ છે. તેનો હજી પણ પ્રભાવ છે. આ અંતિમયાત્રા સાથે ઇરાને તેનો રાજકીય પ્રભાવ બતાવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇરાને એક રીતે તેનું રાજકીય શક્તિ પ્રદર્શન જ કર્યુ છે.
ઇરાન એ બતાવવા માંગતુ હતું કે તેનો સહયોગી સમૂહ ફક્ત લશ્કરી સંગઠન જ નથી, પરંતુ એક વ્યાપક રાજકીય અને વૈચારિક નેટવર્કનો હિસ્સો છે. આ નેટવર્ક વર્ષાેથી પશ્ચિમના પ્રભાવ અને ઇઝરાયેલ સામેના પ્રતિરોધની રણનીતિનો હિસ્સો છે. આ જ કારણે ખામેનેઈની અંતિમ વિદાય ફક્ત વિદાય ન રહેતા ભૂરાજકીય શક્તિ પ્રદર્શનનું માધ્યમ બની હતી. તેના કારણે વિશ્વ અને તેમા પણ ખાસ કરીને ઇઝરાયેલને તે સંદેશ ગયો છે કે હમાસ, હીઝબુલ્લાહ અને હુથીને ખતમ થયેલા માની લેવું તે મોટી ભૂલ હશે.
ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ સૈયદ અલિ ખામેનેઈની રાજકીય રીતે યોજાયેલી અંતિમ વિધિમાં દુનિયાના ૧૦૦ જેટલા દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. તેમાં ભારતનું પ્રતિનિધિમંડળ ઘણું વિશાળ હતું. બીજીબાજુ ૧૩ જેટલા દેશો આમંત્રણ મળ્યું હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી. ઇરાની મીડીયાનો દાવો છે કે, તેની પાછળ અમેરિકાનો હાથ છે. આ દેશો અમેરિકાના દબાણ હેઠળ જનાજામાં હાજર રહી નહીં શકે.
ભારતના પ્રતિનિધિત્વમંડળનું નેતૃત્વ બિહારના રાજ્યસભા લેફ્ટ. જન. (રિ.) સૈયદ આતા હુસનૈન વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માગ્રેરિટા તથા જ. અને કા.નાં પૂર્વ મુખ્યમંત્રી તથા પી.ડી.પી.ના અધ્યક્ષા મહેબૂબા મુફ્તિ પણ જોડાયા હતા. તેઓએ પણ પ્રતિનિધિઓનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઉપરાંત કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ પણ હાજર રહ્યા હતા. ભારતના શીખ, ઇસાઈ, હિન્દુ, મુસ્લિમ અને ઇસાઈ ધર્મના નેતાઓએ ઇરાનના એ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ X ઉપર મુકેલા એક લંબાણ પૂર્વકના પોસ્ટમાં ઇરાનના દિલ્હીસ્થિત દૂતાવાસે ભારતીય સમુદાયને ધન્યવાદ આપ્યા હતા.
લખ્યું ‘ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાન, દોસ્તી, સંવેદના અને દિલથી અપાયેલાં સન્માનનાં આ મૈત્રીભર્યા પગલાંને કદી ભૂલી નહીં શકે.’ ભારત સ્થિત યા દૂતાવાસે લખ્યું ઃ ભારતની મિત્ર સરકાર અને ભારતની જનતાને દિલથી આભાર માને છે. વિશેષતઃ તો સત્તાવાર ભારતીય પ્રતિનિધિ મંડળનો આભાર માને છે કે જેઓને ભારત સરકાર અને ભારતની જનતા તરફથી આ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના શહીદ નેતા મહામહીમ આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઈરાનના મીડિયાએ જણાવ્યું છે કે, અંતિમ સંસ્કારનાં જુલુસ પહેલા એક સપ્તાહથી વોશિંગ્ટને કથિત રીતે એક રાજ્ય અભિયાન શરૂ કર્યું હતું. તેમાં વિદેશ મંત્રી રૂબિયો અને દુનિયાના દેશોમાં રહેલા અમેરિકાના રાજદૂતો પણ સામેલ હતા. તેમનો હેતુ આ કાર્યક્રમમાં વિદેશી ભાગીદારી રોકવાનો હતો. પરંતુ તેમાં તેઓ બહુ સફળ તો ન થયા, છતાં પૂર્વ યુરોપના ૩, આળિકાના પાંચ, ગલ્ફ પૈકી બે, જેવા બહુમતી દેશો છે. તેમજ પૂર્વ એશિયાના પણ બે દેશો પણ ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાના નથી.SS1
