Western Times News

Gujarati News

બડોલી ગામે ડમ્પર ડિવાઇડર પર ચઢી ગયું, દુર્ઘટના ટળી

(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) ઇડર-ભિલોડા રોડ પર બડોલી ગામ નજીક સોમવારે વહેલી સવારે રેતી ભરેલું ડમ્પર ચાલકની બેકાળજીને લીધે રોડ પરના ડિવાઈડર પર ચઢી ગયું હતું. આ ડમ્પરનો નં.આરજે.૦૩જી એ.૮૪પ૧નો ચાલક ડમ્પર હંકારીને ભિલોડાથી ઇડર આવી રહયો હતો

દરમ્યાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચઢી ગયું હતું. વહેલી સવારનો સમય હોવાથી માર્ગ પર વાહનોની અવરજવર ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે અન્ય વાહનને નુકસાન થયું નહોતું.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી. સદનસીબે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નહોતી.

સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ ઇડર-ભિલોડા માર્ગ પર રોજબરોજ અનેક રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહયા છે જેથી કયારેક અકસ્માત થવાનું જોખમ વધુ છે. જે અંગે સ્થાનિકોએ સંલગ્ન વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ થઈ રહયા છે. જેથી ઇડર મામલતદાર આવા વાહનો પર નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.