કોણ છે અર્જૂન કપૂરની બહેન અંશુલાનો પતિ, શું કરે છે વ્યવસાય?
- અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં કયા કયા બોલિવૂડ સિતારાઓ ઉમટ્યા?
-
જેકી શ્રોફે નવદંપતીને છોડ (પ્લાન્ટ) ભેટમાં આપ્યો. અભિનેત્રી રેખા કાંજીવરમ સાડીમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી.
-
પોઝ આપતી વખતે બોબી દેઓલનું સંતુલન સહેજ બગડ્યું. અંશુલાએ લગ્ન પછીની પહેલી સાંજે લાલ આઉટફિટ પહેર્યો.
-
અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે મુંબઈમાં લગ્ન કર્યા. રોહન ઠક્કર મુંબઈના જાણીતા સ્ક્રીપ રાઈટર છે.
મુંબઈ, ૮ જુલાઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનું મુંબઈમાં યોજાયેલું વેડિંગ રિસેપ્શન ખૂબ જ ધમાકેદાર રહ્યું હતું. જેકી શ્રોફનું તેમની સિગ્નેચર સ્ટાઈલમાં છોડની ભેટ લઈને આવવું, બોબી દેઓલનું અચાનક સંતુલન ગુમાવવું અને રેખાનું ત્યાં હાજર ફોટોગ્રાફર્સ (પેપ્સ) પર આશીર્વાદ વરસાવવા જેવી ક્ષણોએ આ રિસેપ્શનને સાચે જ એક ગ્લેમરસ ઈવેન્ટ બનાવી દીધી હતી.
View this post on Instagram
પ્રકૃતિ પ્રેમ માટે જાણીતા બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફે પરંપરાગત બુકેના બદલે નવદંપતીને પીસ લીલીનો એક મોટો છોડ ભેટમાં આપ્યો હતો. જેકીએ જેવો આ છોડ હાથમાં આપ્યો, અંશુલા પોતાની ખુશી છુપાવી શકી નહીં અને આ વિચારશીલ ભેટને આશ્ચર્ય અને ઉષ્માભેર સ્વીકારી લીધી. મોડી સાંજે જગ્ગુ દાદા કોન આઈસ્ક્રીમની મજા માણતા પણ જોવા મળ્યા હતા.
એવરગ્રીન અભિનેત્રી રેખા સફેદ અને ગોલ્ડન કલરની સિલ્ક કાંજીવરમ સાડીમાં સજ્જ થઈને આવી હતી, જેણે સાંજની શોભા વધારી દીધી હતી. આ પીઢ અભિનેત્રીએ માત્ર નવદંપતીનું જ ઉષ્માભર્યું સ્વાગત નહોતું કર્યું, પરંતુ ત્યાં હાજર ફોટોગ્રાફર્સને પણ આશીર્વાદ આપ્યા હતા.
અભિનેતા બોબી દેઓલ બ્લેક થ્રી-પીસ સૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગતો હતો. પેપરાઝી માટે પોઝ આપતી વખતે બોબીએ એક ક્ષણ માટે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, પરંતુ તરત જ સંભાળી લઈને તે આ નાની ‘ઓપ્સ’ મૂવમેન્ટ પર હસી પડ્યો હતો.
અંશુલા કપૂરની સાવકી બહેન અને અભિનેત્રી જ્હાનવી કપૂર સાઉથ ઇન્ડિયન ટેમ્પલ જ્વેલરી સાથે ચમકતી લેવેન્ડર સાડીમાં અત્યંત સુંદર લાગતી હતી. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની પણ સાથે આવ્યા હતા અને બંનેએ એકબીજાનો હાથ પકડીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. શનાયા કપૂર પણ રિસેપ્શનમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક અને ગોલ્ડન કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો જેમાં શિમરી બ્રાલેટ સામેલ હતું.
આ પહેલા સાંજે, અંશુલા કપૂરે સોશિયલ મીડિયા પર તેના કોકટેલ આઉટફિટની વિગતો શેર કરી હતી અને ખુલાસો કર્યો હતો કે તેણે પરિણીત મહિલા તરીકેની તેની પહેલી સાંજ માટે લાલ રંગ કેમ પસંદ કર્યો.
તેણે લખ્યું, “અમારા કોકટેલ માટે હું જાણતી હતી કે મારે લાલ રંગ જ પહેરવો છે. એક પરિણીત મહિલા તરીકે આ મારી પહેલી સાંજ છે, જેમાં હું આ નવા પ્રકરણની ઉજવણી કરી રહી છું અને એટલા માટે સિંદૂરી લાલ જ એકમાત્ર યોગ્ય રંગ લાગતો હતો. જ્યારે મેં અને અમિતે આ આઉટફિટ વિશે વાત શરૂ કરી, ત્યારે એક વિચાર મારા મનમાં વારંવાર આવતો હતો – હું ઈચ્છતી હતી કે આ ડ્રેસ હું કોણ છું તેનું પ્રતીક બને.”
તેણે આગળ ઉમેર્યું, “બનારસ બ્રોકેડ સાડીથી શરૂઆત કરીને, ડિઝાઇનર અમિત અગ્રવાલે તેને એક નવો આકાર આપ્યો અને કૉર્સેટ સિલુએટમાં ફેરવી દીધી. સાડીના અસલી ડ્રેપની સુંદરતા જાળવી રાખીને પલ્લુને મોર્ડન આઉટફિટમાં બદલી નાખ્યો. તેણે પરંપરાઓ સાથે બંધાયેલા રહ્યા વિના તેનું સન્માન કર્યું. અને મને લાગે છે કે આ આખું લગ્ન બરાબર એ જ બાબત વિશે રહ્યું છે. હું ક્યાંથી આવું છું તેને પકડી રાખવું અને જે કંઈ આગળ છે તેને પૂરા દિલથી સ્વીકારવું.”
કોકટેલ સાંજ માટે, અંશુલાએ ડિઝાઇનર અમિત અગ્રવાલનો મોર્ડન સિંદૂરી-લાલ આઉટફિટ પસંદ કર્યો હતો, જે બનારસી બ્રોકેડ સાડીને નવો લુક આપીને કૉર્સેટ સિલુએટ સાથે પર્ફેક્ટ પ્લીટ્સ (પાટલી) આપીને તૈયાર કરાયો હતો.
પ્રોડ્યુસર બોની કપૂર અને સદ્ગત મોના શૌરી કપૂરની પુત્રી અંશુલા કપૂરે તાજેતરમાં જ ૬ જુલાઈએ મુંબઈમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેના લાંબા સમયના પાર્ટનર રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે.
