શેરદલાલ હોવાનું જણાવી છેતરપિંડી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા
પ્રતિકાત્મક
પાટણ, કાકોશીના તાવડીયાથી શેરબ્રોકર હોવાનું જણાવી શેરબજારમાં રોકાણ કરવાના નામે છેતરપીંડી, વિશ્વાસઘાત કરતી ગેંગના બે ઈસમોને પાટણ એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે આર.જી. ઉનાગર (પો.ઈન્સ. એલ.સી.બી.)ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો કાકોશી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન મળેલ હકીકત આધારે તાવડીયા ગામે ખાતે ગૌસ્વામી અજયપુરી રાજેશપુરી (રહે. તાવડીયા, તા.સિધ્ધપુર, જી. પાટણ)ના ત્યાં પંચો સાથે રેડ કરતા ઈસમ અન્ય એક આરોપી સાથે એકબીજાના મેળાપીપણામાં રહી મોબાઈલ ફોનમાં એન્જલ વન નામની એપ્લિકેશન રાખી
જેમાં શેરબજારના ભાવની વધ-ઘટ જોઈ સાદા કીપેડવાળા મોબાઈલ ફોન દ્વારા ગ્રાહકોને ફોન કરી પોતે ખોટુ નામ ધારણ કરી સેબીના કોઈપણ પ્રકારના લાઈસન્સ વગર લોકોને શેરબજારમાં વધુ નાણાં કમાવવાની ટીપ્સ આપી જે ગ્રાહક શેરબજારમાં પૈસા રોકવા પ્રેરાય તેની સાથે શેરબજારના નામે વિશ્વાસઘાત છેતરપીંડી ઠગાઈ કરવાના ઈરાદે ગુનાહીત કાવતરૂ રચી
એકબીજાને મદદગારી કરી ગુનો આચરતા કુલ મોબાઈલ નંગ-૦૯, મળી કુલ રૂ.૬૮પ૦૦ના મુદ્દામાલ સાથે આરોપી ગોસ્વામી અજયપુરી રાજેશપુરી (રહે. તાવડીયા, તા.સિધ્ધપુર, જી. પાટણ) અને ભરતજી હમીરજી ઠાકોર (રહે. ગુંછળી, તા. વિજાપુર, જી. મહેસાણા)ને ઝડપી તેઓના વિરૂધ્ધમાં કાકોશી પો.સ્ટે. ગુ.ર. કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
