Western Times News

Gujarati News

આ ગીતના શૂટિંગ દરમિયાન શિલ્પા શિરોડકર પાણીમાં ડૂબવા લાગી હતી

  • શિલ્પા શિરોડકરે ‘હમ’ ફિલ્મના શૂટિંગનો ભયાનક કિસ્સો શેર કર્યો.-‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 5’ ના સેટ પર આ યાદો તાજી થઈ.
  • અભિનેતા ગોવિંદાએ પાણીમાં કૂદીને શિલ્પાનો જીવ બચાવ્યો હતો. -90ના દાયકામાં શૂટિંગ દરમિયાન સુરક્ષાના કોઈ સાધનો નહોતા.

મુંબઈ, ૮ જુલાઈ (IANS) બોલિવૂડની 90ના દાયકાની જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકરે 1990ના દાયકાની એક ભયાનક ઘટના યાદ કરી છે, જ્યારે તેમની સુપરહિટ ફિલ્મ ‘હમ’ના એક ગીતના શૂટિંગ દરમિયાન તેઓ ગોવિંદા સાથે ડૂબતા ડૂબતા બચ્યા હતા. શિલ્પાએ ખુલાસો કર્યો કે તે સમયે સેટ પર કોઈ લાઈફ જેકેટ કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહોતી.

ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 5’ ના તાજેતરના એપિસોડ દરમિયાન, શિલ્પાને ગોવિંદા તરફથી એક ખાસ વીડિયો મેસેજ મળ્યો હતો. ગોવિંદાએ આ અકસ્માત વિશે વાત કરતા પહેલા તેમની સાથેની સફળ ફિલ્મોની યાદો તાજી કરી હતી.

આ ઘટનાને યાદ કરતાં ગોવિંદાએ જણાવ્યું કે, તેને તરતા નહોતું આવડતું. જોકે, હું પણ કોઈ બહુ સારો તરણવીર નહોતો. શિલ્પા અચાનક પાણીમાં ડૂબી ગઈ અને હું એકલો બોટ ચલાવી રહ્યો હતો. હું બૂમો પાડતો રહ્યો કે શિલ્પા ક્યાં છે?’ તે પાણીની અંદર ગાયબ થઈ ગઈ હતી. પછી મેં પાણીમાં કૂદીને શિલ્પાને બહાર કાઢી. બહાર આવતાની સાથે જ શિલ્પાએ મરાઠીમાં બધાને વઢતા કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે મને તરતા નથી આવડતું, તો પછી મને આમાં કેમ નાખી દીધી?”

ગોવિંદાએ જે રીતે સ્ક્રીન પર શિલ્પાના ગભરાટની રમૂજી નકલ કરી, તે જોઈને શિલ્પા હસી-હસીને લોથપોથ થઈ ગઈ હતી.

એ સમયની જોખમી કામ કરવાની સ્થિતિ પર પ્રકાશ પાડતા શિલ્પાએ કહ્યું, અમે જે પરિસ્થિતિમાં શૂટિંગ કરતા હતા તે તદ્દન અલગ હતું. સેટ પર બહુ જ ઓછા લોકો હતા. મેં લેધર પેન્ટ પહેર્યું હતું, જ્યારે ડબલ્યુ.બી. રાવ સર બીજી બોટમાં રહીને મને પોઝ આપવા કહી રહ્યા હતા. હું ગભરાઈ રહી હતી કારણ કે અમે અધવચ્ચે પાણીમાં હતા અને આસપાસ માત્ર ચાર લોકો હતા. કોઈ લાઈફ જેકેટ કે કોઈ સુરક્ષા સાધનો નહોતા. તે દિવસોમાં અમે આ રીતે કામ કરતા હતા.”

જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે, શિલ્પા શિરોડકર અને ગોવિંદાએ સુપરહિટ ફિલ્મ ‘હમ’માં સાથે કામ કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત અને કિમી કાટકર પણ મુખ્ય ભૂમિકામાં હતા. ગોવિંદા અને શિલ્પા જે ગીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે આ જ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘સનમ મેરે સનમ’ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.