Western Times News

Gujarati News

વાપી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે યંગ ડિરેક્ટર્સ વર્કશોપનું આયોજન

(પ્રતિનિધિ) વાપી, સર્જનાત્મકતાનું પોષણ કરવા અને વિદ્યાર્થીઓને ઉભરતી કારકિર્દીની તકો માટે તૈયાર કરવાની પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ, વાપીએ રાયન ટીવી સાથે મળી ધોરણ ૭થી આગળના વિદ્યાર્થીઓ માટે યંગ ડિરેક્ટર્સ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં ૬૭ ઝેવિયરાઇટ્‌સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મીડિયા તથા ફિલ્મ નિર્માણની રોમાંચક દુનિયામાં આતુરતાપૂર્વક જોડાયા.

વર્કશોપનું સંચાલન રાયન ટીવીના હેડ – કન્ટ્રેન્ટ ડેવલપમેન્ટ સુશ્રી શિબાની શર્મા તથા તેમની મીડિયા પ્રોફેશનલ્સની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સમય દરમિયાન યોજાયેલા આ એક દિવસીય કોર્સમાં વિદ્યાર્થીઓને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને સર્જનાત્મક શોર્ટ ફિલ્મ નિર્માણના મૂળભૂત તત્ત્વોનો પરિચય આપવામાં આવ્યો. સત્રોમાં ફિલ્મમેકિંગ, લાઇટિંગ, કેમેરા ઓપરેશન્સ, ફ્રેમિંગ અને મીડિયા કિટનું પ્રદર્શન જેવા મુખ્ય વિષયો આવરી લેવામાં આવ્યા.

વિદ્યાર્થીઓએ વિવિધ કેમેરા એંગલ્સ, ફ્રેમિંગ, કોમ્પ્રોઝિશન, મોબાઇલ અને કેમેરા હેલિંગ ટેક્નિક્સ તેમજ એડિટિંગના મૂળભૂત સિદ્ધાંતો વિશે પણ શીખ્યું, જેના દ્વારા તેઓ સમજી શક્યા કે કેવી રીતે સર્જનાત્મક વિચારોને અસરકારક દૃશ્ય સામગ્રીમાં પરિવર્તિત કરવામાં આવે છે.વિદ્યાર્થીઓએ મીડિયા કિટની એક્સેસરીઝ સાથે કાર્ય કરીને સર્જનાત્મક વિચારોને આકર્ષક દૃશ્ય વાર્તાઓમાં કેવી રીતે પરિવર્તિત કરવાના તે શીખ્યું.

દરેક સહભાગીને ભાગીદારીનું પ્રમાણપત્ર તેમજ ગોરિલા પોડ (ફ્‌લેક્સિબલ ટ્રાઇપોડ) સાથે ક્લેમ્પ, બહુઉપયોગી સ્ટ્રાઇલસ પેન, એલઇડી યુએસબી મોબાઇલ લાઇટ અને મોબાઇલ પોપ-અપ હોલ્ડ્‌સ ધરાવતી મીડિયા કિટ આપવામાં આવી. ઉત્સાહમાં વધારો કરતાં, પ્રદર્શિત કરવામાં આવેલી તસવીરોના આધારે ટેગલાઇનનો યોગ્ય અંદાજ લગાવનાર કેટલાક વિદ્યાર્થીઓએ સ્પોટ સ્પર્ધામાં બેગ ટેગ પુરસ્કારો પણ જીત્યા.

આ વર્કશોપ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક અનુભવ સાબિત થયો, જેણે વિદ્યાર્થીઓને સર્જનાત્મક રીતે વિચારવા, અસરકારક રીતે સંવાદ સાધવા અને મીડિયા ક્ષેત્રની વિશાળ તકોને શોધવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમે આપણા આદરણીય ચેરમેન સર ડૉ.એ.એફ.પિન્ટો અને મેનેજિંગ ડિરેક્ટર મેડમ ડૉ. ગ્રેસ પિન્ટોના મિશનને પ્રતિબિંબિત કર્યું, જે નવીન શૈક્ષણિક અનુભવો દ્વારા યુવા મનોને સશક્ત બનાવી આત્મવિશ્વાસી, સર્જનાત્મક અને જવાબદાર વૈશ્વિક નાગરિકો તરીકે વિકસાવવા તથા સતત બદલાતી દુનિયામાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.