Western Times News

Gujarati News

નડિયાદમાં ૩૯૬ જર્જરિત મકાનો અને ફ્‌લેટોને ખાલી કરવા અલ્ટીમેટમ !

પ્રતિકાત્મક

નાગરિકોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે ઃ ડેપ્યુટી કમિશ્નર

આ સંદર્ભે ડેપ્યુટી કમિશ્નર આનંદ ઉકાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે, જે મકાનો ખુબ જ જર્જિત થઇ ગયા છે. તેવા મકાનો ખાલી કરાવવા ખુબ જ જરૂરી છે. આવા મકાનો માટે રહિશોને તા.૨૦ જુલાઈ સુધીનો આખરી સમય આપવામાં આવ્યો છે.

જો આ મકાનો નિયત તારીખ સુધીમાં ખાલી કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ રહીશોને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે તાકીદ કરવામાં આવે છે. જેમા સાથ અને સહકાર આપવા જણાવાયુ છે.

(પ્રતિનિધિ) નડિયાદ, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નડિયાદમહા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી અતિ જોખમી અને જર્જરિત ઇમારતોને લઈને મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંભવિત જાનહાનિને ટાળવા માટે નગરપાલિકાના તંત્ર દ્વારા ૩૯૬ જેટલી જર્જરિત મકાનો અને ફ્‌લેટોને ખાલી કરવા માટેનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

આ ઓપરેશનના ભાગરૂપે પ્રશાસને ત્વરિત પગલાં ભરતા આ તમામ મકાનોના વીજ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પૈકી આજે વિશ્વનગર ફલેટના ૧૪૪ મકાનોના વીજ જોડાણો કાપી નાંખવામાં આવતા રહિશો પણ દોડતા થઇ ગયા હતા. તેમજ મહોલત આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેથી મનપાના ડેપ્યુટી કમિશ્નર અને રહિશોની એક મિટિંગ મહાનગરપાલિકામાં મળી હતી. જેમાં તા.૨૦મી સુધીનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.

નડિયાદ શહેરમાં વર્ષો અગાઉ હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો બનાવવામાં આવ્યા હતા, જેમાં પ્રગતિ નગર, પ્રશાંત નગર, પુનેશવર નગર, વિશ્વનગર ફલેટ અને સુભાસ નગર પાસેના માકનોનો સમાવેશ થાય છે. જે પૈકી ૩૯૬ જેટલા મકાનો અને ફલેટો જર્જરિત થઇ ગયા છે.

જે આગામી ચોમાસાને લઇને ઉતારી લેવા જરૂરી છે. આ મકાનોમાં હાલમાં પણ રહિશો વસવાટ કરી રહ્યા છે. આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેવી શક્યતા છે, જેથી માનવ જિંગીને મોટુ જોખમ રહેલુ છે.

આ બાબતે મહાનગરપાલીકા દ્વારા જે તે સમયે નોટિસો આપીને મકાનો અને ફલેટોને ખાલી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી હતી, તેમછતાં પણ રહિશો દ્વારા આ મકાનોને ખાલી કર્યા ન હતા. જેથી મહાનગરપાલીકા દ્વારા પોલીસને સાથે રાખીને આ મકાનોના વીજ કનેકશનો કાપવા માટેનું આયોજન કર્યું હતુ. વીજ કંપની દ્વારા શરૂઆતમાં વીશ્વનગર ફલેટ પાસેના મકાનોમાં વીજ કનેકશન કાપાવાની કામગીરી શરૂ કરવામાં આવતા સૌ રહિશો દોડતા થઇ ગયા હતા.

તેમજ વીજ કંપનીના કર્મચારીઓ સાથે રકઝક કરવા લાગ્યા હતા. સાથે સાથે એકાએક આ મકાનો ખાલી કરીને ચોમાસામાં અમો કયાં જઇએ તેવી ચકમક પણ ઝરી હતી. આ વિસ્તારમાં આવેલા ૧૪૪ મકાનોના વીજ જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા. જેથી સ્થાનિક કાઉસ્લિરો પણ મહાનગરપાલીકામાં દોડી ગયા હતા. તેઓએ નાયબ કમિશનર સાથે થોડા દિવસની મોહલત માંગતા તા.૨૦મી સુધીનો સમય આપ્યો હતો. તેમજ કાપી નાંખેલા વીજ જોડાણ પણ જોડાણ કરી આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.