એક ઓવરમાં 6 સિક્સરનો પ્રથમ રેકોર્ડ બનાવનાર ઓલ રાઉન્ડર ગેરી સોબર્સનું નિધન
ક્રિકેટ ઇતિહાસના લેજેન્ડ સોબર્સે માર્ચ, ૧૯૫૪માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યાે હતો-Sir Garfield Sobers, one of the greatest cricketers
ગેરી સોબર્સને ‘સર’ (Sir) એટલે કે નાઈટહુડ (Knighthood)ની પ્રતિષ્ઠિત ઉપાધિ 1976માં બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) દ્વારા આપવામાં આવી હતી.
-
સામાન્ય રીતે આ ખિતાબ બકિંગહામ પેલેસમાં આપવામાં આવતો હોય છે, પરંતુ સર ગેરી સોબર્સ માટે રાણી એલિઝાબેથ દ્વિતીયે પોતાના પ્રોટોકોલ બાજુ પર મૂકીને બાર્બાડોસ (સોબર્સના વતન)ની મુલાકાત દરમિયાન ત્યાંના ગેરિસન સવાન્નાહ (Garrison Savannah) ખાતે હજારો ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં ખુલ્લા મેદાનમાં આ ઉપાધિ આપી હતી.
તેમને ક્રિકેટની રમત અને રમતગમત જગતમાં તેમના અદભુત પ્રદાન બદલ આ સર્વોચ્ચ સન્માન મળ્યું હતું, ત્યારથી તેઓ સત્તાવાર રીતે “સર ગારફિલ્ડ સોબર્સ” તરીકે ઓળખાયા.
-
બાર્બાડોસ (સોબર્સના વતન) એટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં અને કેરેબિયન સમુદ્રની પૂર્વ દિશાએ આવેલો છે. નકશામાં જોઈએ તો તે વેનેઝુએલા (દક્ષિણ અમેરિકા) દેશની ઉત્તરે ટાપુઓની જે સાંકળ છે, તેમાં સૌથી છેલ્લે પૂર્વ તરફ એકલો ઊભેલો ટાપુ છે.
-
ક્રિકેટ કનેક્શન: બાર્બાડોસ એક સ્વતંત્ર દેશ હોવા છતાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે અલગથી નથી રમતો. તે વેસ્ટ ઇન્ડિઝ (West Indies) ક્રિકેટ બોર્ડનો એક ભાગ છે. સર ગેરી સોબર્સ ઉપરાંત માલ્કમ માર્શલ, ડેસમંડ હેન્સ અને જોએલ ગાર્નર જેવા મહાન ક્રિકેટરો પણ આ જ ટાપુના વતની છે.
1. એક ઓવરમાં 6 સિક્સરનો પ્રથમ રેકોર્ડ
ક્રિકેટના ઇતિહાસમાં ફર્સ્ટ-ક્લાસ મેચમાં એક જ ઓવરમાં સતત 6 સિક્સર મારવાનો પ્રથમ રેકોર્ડ સર ગેરી સોબર્સના નામે છે.
-
તેમણે 1968માં નોટિંગહામશાયર તરફથી રમતા ગ્લેમોર્ગનના બોલર માલ્કમ નેશની ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.

2. ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર (365 અણનમ)
વર્ષ 1958માં પાકિસ્તાન સામે સબિના પાર્ક ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સોબર્સે અણનમ 365 રન બનાવ્યા હતા.
-
આ તેમનો પ્રથમ ટેસ્ટ સેન્ચુરી સ્કોર હતો, જેને તેમણે સીધો વર્લ્ડ રેકોર્ડમાં બદલી નાખ્યો.
-
આ રેકોર્ડ લાંબા સમય સુધી (36 વર્ષ) કાયમ રહ્યો, જેને 1994માં વેસ્ટ ઇન્ડિઝના જ બ્રાયન લારાએ (375 રન બનાવીને) તોડ્યો હતો.
The BCCI mourns the passing of Sir Garfield Sobers, a true icon of the game and one of cricket’s greatest-ever all-rounders.
His extraordinary achievements, lasting influence on Caribbean cricket and immeasurable contribution to the global game have left an enduring legacy that… pic.twitter.com/5263SNLezn
— BCCI (@BCCI) July 17, 2026
3. અદ્ભુત બોલિંગ વિવિધતા (Versatility)
ગેરી સોબર્સ માત્ર એક શાનદાર બેટ્સમેન જ નહોતા, પણ એક અદભુત અને વિલક્ષણ બોલર પણ હતા. તેઓ એક જ મેચમાં પરિસ્થિતિ પ્રમાણે ત્રણ અલગ-અલગ શૈલીમાં બોલિંગ કરી શકતા હતા:
-
લેફ્ટ-આર્મ ફાસ્ટ-મીડિયમ (ડાબોડી ઝડપી બોલિંગ)
-
લેફ્ટ-આર્મ ઓર્થોડોક્સ સ્પિન (ધીમી ડાબોડી સ્પિન)
-
લેફ્ટ-આર્મ ચાઇનામેન (રિસ્ટ સ્પિન)
4. ટેસ્ટ કરિયરના અદભુત આંકડા
સર ગેરી સોબર્સે વેસ્ટ ઇન્ડિઝ માટે 93 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમનું પ્રદર્શન કોઈ ચમત્કારથી ઓછું નહોતું:
-
બેટિંગ: તેમણે 57.78 ની શાનદાર સરેરાશથી 8,032 રન બનાવ્યા, જેમાં 26 સદી સામેલ હતી.
-
બોલિંગ: તેમણે પોતાની બોલિંગથી 235 વિકેટો ઝડપી હતી.
-
ફિલ્ડિંગ: એક અદ્ભુત કેચર તરીકે તેમણે 109 કેચ પણ પકડ્યા હતા.
VIDEO | On the demise of legendary all-rounder Sir Garfield Sobers, world-cup winning captain Kapil Dev said:
“Anyone who knows about cricket has to know about him, he is one of the finest cricketer ever to be born in this World. The way he played his cricket, people like me got… pic.twitter.com/zHoKXsjOyF
— Press Trust of India (@PTI_News) July 18, 2026
5. સર ડૉન બ્રેડમેનના શબ્દોમાં “ફાઇવ ઇન વન”
ક્રિકેટના ભગવાન ગણાતા સર ડૉન બ્રેડમેને ગેરી સોબર્સને “ફાઇવ ઇન વન ક્રિકેટર” (Five-in-one cricketer) કહ્યા હતા. તેમના મતે સોબર્સ એક ઉત્કૃષ્ટ બેટ્સમેન, શાનદાર ઝડપી બોલર, ચતુર સ્પિનર, અદભુત ફિલ્ડર અને એક કુશળ કેપ્ટન હતા.
બ્રિજટાઉન, ક્રિકેટના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર અને વેસ્ટ ઇન્ડિઝના લેજેન્ડ સર ગારફિલ્ડ સોબર્સનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન પછીના સૌથી સિદ્ધ ખેલાડીની ચીરવિદાય તરીકે આ ઘટનાને મૂલવી શકાય.
સોબર્સના પુત્ર ડેનિયલે આ દુઃખદ સમાચાર જાહેર કરતા ક્રિકેટ વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયો છે અને ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ અંજલિનો ધોધ વહેવડાવ્યો છે. સોબર્સના નિધનનું કારણ તેમના પરિવારે આપ્યું નથી પણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓનું વજન ઘણું ઓછું થયું હોય તેમ લાગતું હતું.
તેઓ તેમના ૯૦માં જન્મદિનના ૧૧ દિવસ પહેલા જ નિધન પામ્યા છે.૨૮ જુલાઈ, ૧૯૩૬ના રોજ બાર્બાડોસમાં જન્મેલા સોબર્સ ક્રિકેટના મેદાન પર એક ખેલાડી કઈ હદની બહુમુખી પ્રતિભા ધરાવી શકે તેનું બેમિસાલ ઉદાહરણ હતાં. ડાબોડી બેટિંગ અને ફાસ્ટ-મીડિયમ બોલર અને સ્પિનર તરીકે પણ એટલા જ પ્રભાવશાળી હતા. તેવી જ રીતે તેમની ચપળતાએ તેમને તેમની પેઢીના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક બનાવ્યા હતા.
સોબર્સે માર્ચ, ૧૯૫૪માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યાે હતો. તેમણે ૯૩ ટેસ્ટમાં ૫૭.૭૮ની સરેરાશથી ૮,૦૩૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૬ સદી અને ૩૦ અડધી સદી સામેલ છે. મીડીયમ ફાસ્ટ અને સ્પિન બંને પ્રકારે બોલિંગ નાંખીને ૨૩૫ ટેસ્ટ વિકેટ ઝડપી હતી. તેમણે ઇનિંગમાં પાંચ કે વધુ વિકેટ છ વખત ઝડપી હતી.
જ્યારે ફિલ્ડિંગમાં તેમના સુરક્ષિત હાથોએ ૧૦૯ કેચ પકડયા હતા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તેમણે ૩૮૩ મેચમાં ૨૮,૩૧૪ રન, ૫૪.૮૭ની એવરેજથી ૮૬ સદી અને ૧૨૧ અડધી સદી સાથે બનાવ્યા હતાં અને ૧,૦૪૩ વિકેટો ઝડપી હતી.તેમની સૌથી મોટી સિદ્ધિઓમાં ૧૯૫૮માં પાકિસ્તાન સામે કિંગસ્ટન ટેસ્ટમાં અણનમ ૩૬૫ રન સામેલ કહી શકાય, જે તે સમયે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાેચ્ચ વ્યક્તિગત સ્કોર હતો.જોગાનુજોગ સોબર્સની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી પણ હતી.
આ વખતે તેમની વય ૨૧ વર્ષ અને ૨૧૬ દિવસ હતી. દાયકા પછી, ૩૧ ઓગસ્ટ ના દિવસે ૧૯૬૮માં, તેમણે ઇંગ્લિશ કાઉન્ટીમાં નોટિંગહામ તરફ્થી રમતા ગ્લેમોર્ગન સામે બોલર માલકમ નાશની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યાહતાં અને તે ક્રિકેટ ઇતિહાસના આવા પ્રથમ બેટ્સમેન બન્યા હતાં.
સોબર્સ ૧૯૬૫થી ૧૯૭૨ દરમ્યાન ૩૯ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન રહ્યા હતાં જેમાં ટીમના ૯ વિજય અને ૧૦ પરાજય થયા હતાં.૨૦ ટેસ્ટ ડ્રો રહી હતી.સોબર્સ એપ્રિલ, ૧૯૭૪માં ઇંગ્લેન્ડ સામે પોર્ટ ઓફ સ્પેનમાં તેમની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ રમ્યા હતાં.સોબર્સે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનસી પણ કરી હતી અને સમગ્ર કેરેબિયન તથા તેનાથી પણ આગળની પેઢીઓના ક્રિકેટરોને પ્રેરણા આપી હતી.
તેમનો પ્રભાવ આંકડાઓથી ઘણો આગળ હતો, અને દરેક ક્ષેત્રમાં મેચ પર પ્રભુત્વ મેળવવાની તેમની ક્ષમતાએ ભવિષ્યના ઓલરાઉન્ડરો માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યાે૨ હતો.ક્રિકેટમાં તેમની સેવાઓ બદલ ‘નાઈટહૂડ’ (સરનો ખિતાબ) મેળવનાર સોબર્સને વિઝડનના સદીના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં પણ સ્થાન અપાયું હતું. આ ઉપરાંત તેમને આઈસીસી હોલ ઓફ ળેમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતાં.SS1

