Western Times News

Gujarati News

પીરાણા ડમ્પ સાઈટઃ ટ્રો મીલ મશીનના લાઈટ બીલ પેટે રૂ. ૩૨ લાખ ચુકવાયા

File Photo

ડમ્પ સાઈટના બદલે તિજારી સાફ થાય તેવી શરતો હોવાની ચર્ચા  : ૧૦૦૦ મે.ટન ના મશીન ચુકવાનો આશય કમીશનર જાહેર કરે:  સુરેન્દ્ર બક્ષી

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈડના નિકાલ માટે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ટ્રો મીલ મશીન મુકવામાં આવ્યા છે જેના આધારે માત્ર બે વર્ષમા જ ડમ્પ સાઈટ કલીયર કરવાના દાવા કમીશ્નર કરી રહ્યા છે મ્યુનિ. સોલીડ વેસ્ટ પ્લાનમાં ડોર ટુ ડમ્પ ની જેમ ટ્રો મીલ મશીન ને પણ કૌભાંડ જ માનવામા આવી રહ્યુ છે ટ્રો મીલ મશીન માટે થયેલ ઠરાવ વિવાદાસ્પદ છે જ્યારે મશીન ના લાઈટબીલ પણ મનપા દ્વારા લાખો રૂપિયા ચુકવાયા છે તથા વ્યવસ્થામાં પણ ચુકવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એકત્રીત કરવામાં આવતા ભીના સુકા કચરાને પીરાણા ખાતે ખાલી કરવામાં આવે છે. જેના કારણે તે સ્થળે કચરાનો ડુંગર બની ગયો છે મ્યુનિ. સતાધીશો અને વહીવટતંત્ર ની બેદરકારી ના પરીણામે કચરાના ડુંગર વાર્તાની રાજકુમારી ની જેમ વધી ગયો છે. ૨૦૧૮ના સ્વચ્છતામાં પીરાણા ડમ્પ સાઈડ જ અમદાવાદની આબરૂ લીધી હતી જેના કારણે મ્યુનિ. કમીશ્રનર એકશનમાં આવી ગયા તથા ડમ્પ સાઈટ ના ઝડપથી નિકાલ માટે સોલડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીને ચેતવણી પણ આપી હતી જેના કારણે સોલીડ વેસ્ટના અધિકારીએ બંધ પડેલ સ્વેકવલ ઈન્ડ ના પ્લાન્ટમાંથી ટ્ર મીલ મશીન ડમ્પ સાઈટ પર લગાવ્યુ હતુ જેના માટે સક્ષમ સતા નીમંજુરી લેવામા આવી ન હતી

ત્યારબાદ અસ્જન્ટ ભાષણ ર્સન્ડીંગ કમીટી સમગ્ર દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી ટ્રો મીલ માટે આવી હતી ટ્રો મીલ માટે જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં એક પાર્ટી હવે માસિક રૂ ૬ લાખ ૪૦ હજાર માસિક (ભાડા)થી મશીન ચુકવા તૈયારી દર્શાવી છે તેથી તે જ (ભાડા)થી વ્યાવસ્થામાં કોઈ પણ કંપની રસ દાખવે તો તેને પણ કોન્ટાર્કટર આપાવમાં આવે તેવી દરખાસત ને સ્ટડીંગ કમીટીએ સમજ્યા વિના જ મંજુરી આપી હતી સોલીડ વેસ્ટ ખાતાની દરખાસ્ત અન્ય કોન્ટ્રાક્ટરો માટે અર્નેસ્ટ મની ડીપોઝીટ, નવા જુના મશીન ગેરેટી જેવી કોઈ જ શરત નો ઉલ્લેખ ન હતો

ત્યારે લાઈટબીલનું વપરાશ મનપા પર નાખવામાં આવ્યુ છે જેના પર દર મહિને લાખો રૂપિયા ખર્ચે થઈ રહ્યા છે. મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ ટ્રો મીલ મશીન માટે માસિક ભાડુ ચુકવ્યા બાદ લાઈટબીલ કોર્પોરેશન ચુકવે તેવી વિવિધ શરતનો તર્ક સમજાય તેમ નથી. મશીન માટે લાઈટ ના જાડાણ માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જુલાઈ ૨૦૧૯ થઈ ઈન્દૌરની કંપની ત્રણ મીલ મશીન શરૂ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં ત્રણ મશીન ચુકવાયા આવ્યા હતા તેથી લાઈટબીલની રકમ ઓછી હતી.

ઓગસ્ટ ૨૦૧૯મા ટ્રો મીલના લાઈટબીલ પદે રૂ ૩.૫૧ લાખ ચુકવામા આવ્યા હતા સપ્ટેમ્બરમાં રૂ ૪.૪૮ લાખ ઓક્ટોબરમાં રૂ ૫.૧૧ લાખ નવેમ્બરમાં રૂ ૭.૯૪ લાખ અને ડીસેમ્બરમાં ૨૦૧૯માં રૂ ૧૧.૨૪ લાખ લાઈટબીલ પેટે ચુકવાયા છે. માત્ર પાંચ મહીના જ લાઈટબીલ પેટે રૂ ૩૨.૬૦ લાખ જેવી માતબર રકમ ચુકવામા આવી છે. સોલીડ ર્વેસ્ટ ખાતા દ્વારા ૧૭ ટ્રો મીલ મશીન મુકવામાં આવ્યા છે જે પેટે માસિક રૂ ૬.૪૦ લાખ ભાડુ આપાવમાં આવે છે ટ્રો મીલ મશીન કાર્યરત થયા બાદ ૪.૭૦ લાખ મે ટન કચરો તો નિકાલ કરવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા છે ૩૦૦ મે.ટન ની મુજબ કચરાનો નિકાલ થયો નથી તેથી બે વર્ષમાં પીરાણા ડમ્પ લાઈટને કામ કરવામાં કરવા માટે જે દાવા થઈ રહ્યા છે જે તે પોકળ સાબિત થઈ શકે છે

સ્વચ્છ ભારત મિશન અતંર્ગત ડમ્પ લાઈટ માટે રૂ ૪.૫૦ કરોડ જેટલી રકમ ફાળવામાં આવી હોવા છતા મ્યુનિ. કમીશ્રર અને ખાતાના ઉચ્ચ અધિકાર દ્વારા તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી તથા કચરામાંથી કંચન શોધવા જ પ્રયાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે પીરાણા ડમ્પ સાઈટ માટે ૩૦૦ મે.ટન ના ૫૦ મશીન મુકવાની બાદ માત્ર ૧૭ મશીન ચલાવવામા તથા એક હાયર મેટ્રીકટન નો ટ્રો મીલ માટે ટેન્ડર જાહેર કરવા પાછળ નો હેતુ કમીશ્રનર અને સોલેડ ર્વેસ્ટ ડાયરેક્ટર જ સમજાવી શકે તેમ છે ત્યારે ટ્રો મીલ મશીન થી છુટા પાડવામાં આવતા ર્વસ્ટ પુરાણ, રો કોમ્પોસ્ટ આર.ડી.એફ. વગેરેના બારોબાર વેચાણ થતા હોવાની પણ વ્યાપક ફરીયાદો બહાર આવી છે તે દિશામાં પણ યોગ્ય તપાસ કરવી જરૂરી છે ૩૦૦ મે.ટન કરતા ઓછુ કામ થાય તો તે મુજબ જ પેમેન્ટ આપવાહની શરતનો અમલ કાયમી ધોરણે થાય તેવી માગણી પણ તેમણે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.