Western Times News

Gujarati News

મુંબઈના વહેપારીનું અપહરણ કરી ઢોર માર માર્યો

અમદાવાદના વહેપારીઓએ  

 વહેપારી રૂપિયા પરત નહી આપતા અમદાવાદના શખ્સોએ બે દિવસ સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજાર્યો  કોરા ચેકો પર સહી કરાવી નોટરી પાસે બળજબરીપૂર્વક લખાણ કરાવ્યું

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે તેમાંય ખાસ કરીને ઉધારમાં માલ ખરીદ્યા બાદ પૈસા નહી ચુકવીને પરપ્રાંતિય વહેપારીઓ સ્થાનિક વહેપારીઓ સાથે છેતરપીંડી કરતા હોવાની અનેક ફરિયાદો નોંધાઈ છે આ પરિÂસ્થતિમાં શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ધંધો કરવા માટે લીધેલા રૂપિયા મુંબઈનો વહેપારી પરત નહી ચુકવી શકતા અમદાવાદ શહેરના કેટલાક વહેપારીઓ અને તેના સાગરિતોએ તેનુ અપહરણ કરી ઢોરમાર મારી બળજબરીપૂર્વક લખાણ કરી અને ચેક બુક પર સહીઓ કરાવી છોડી મુકતા સનસનાટી મચી ગઈ છે આ અંગે વહેપારીએ ફરિયાદ નોંધાવતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને ગંભીર એવી આ ઘટનામાં એસીપી જાતે તપાસ કરી રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે મુળ બનાસકાંઠાના વતની અને મુંબઈમાં સ્થાયી થયેલા ભુપેન્દ્રભાઈ હરગોવનદાસ મજેઠીયા સોના-ચાંદીનો ધંધો કરે છે આ ઉપરાંત તેમણે પી નટવર નામની આંગડિયા પેઢી પણ શરૂ કરી છે ભુપેન્દ્રભાઈએ મુંબઈમાં ભુલેશ્વર વિસ્તારમાં પોતાનો ધંધો સ્થાયી કર્યો છે આ દરમિયાનમાં તેમના જ ગામના અને અમદાવાદમાં સી.જી.રોડ પર આંગડિયા પેઢીનો ધંધો કરતા જયદિપ ઠક્કર નામના વહેપારી સાથે વાતચીત થઈ હતી.

(૧) જયદીપ ઠક્કર

(ર) પારસ ત્રિવેદી

(૩) જયનીશ પટેલ

(૪) કુણાલ જાષી

(પ) સેમ ભરવાડ

(૬) સચીન પટેલ

(૭) ધવલ ઠકકર

(૮) હાર્દિક ત્રિવેદી

(૯) નિશાંત પટેલ

(૧૦) હિતેશ પારેખ

ભુપેન્દ્રભાઈને સોનાના ધંધાનો વ્યાપ વધારવા માટે રૂપિયાની જરૂર પડી હતી જેના પરિણામે જયદીપ ઠક્કર સહિત અમદાવાદ શહેરના અન્ય વહેપારીઓ પાસેથી રૂપિયા લીધા હતા ર૦૧૮મા જયદિપ ઠકકર પાસેથી ૪પ લાખ રૂપિયા લીધા બાદ પાંચ લાખ રૂપિયા પરત કર્યાં હતાં જયારે બાકીના વહેપારીઓના રૂપિયા ચુકવી શક્યા ન હતાં.

નાણાં નહી ચુકવી શકતા ભુપેન્દ્ર મજેઠીયાને અમદાવાદના વહેપારીઓ શોધતા હતા અને તેઓ ફોન પર ધમકીઓ પણ આપતા હતાં કડક ઉઘરાણીથી કંટાળી ભુપેન્દ્રભાઈ અમદાવાદ આવવાનું ટાળતા હતાં આ દરમિયાનમાં સોલા ભાગવત પાસે રહેતા તેમના પરિવારજનોમાં એક વડિલનું અવસાન થતાં જ આ દુઃખ પ્રસંગે હાજરી આપવા માટે તેઓ આવ્યા હતાં.

બીજીબાજુ છેતરપીંડીનો ભોગ બનેલા અમદાવાદના વહેપારીઓ સતત તેના ઉપર નજર રાખતા હતા અને તેઓ અમદાવાદ આવ્યા હોવાની જાણ થતાં જ સોલા ભાગવત ખાતે આ વહેપારીઓ તેમના સાગરિતો સાથે પહોંચી ગયા હતા અને ત્યાં તેમની પાસેથી નાણાંની ઉઘરાણી કરી હતી અને ત્યારબાદ ઢોરમાર માર્યો હતો જેના પરિણામે પરિવારજનોએ પોલીસને બોલાવતા જ આરોપીઓ ભાગી ગયા હતા ગભરાઈ ગયેલા ભુપેન્દ્રભાઈ સીધા સોલા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં ત્યાંથી એક કોન્સ્ટેબલ તેમને રીક્ષામાં સાથે લઈને ચાણકયપુરી સુધી મુકી ગયો હતો.

ચાણકયપુરીથી રીક્ષા કરીને તેઓ એરપોર્ટ જવા નીકળ્યા હતાં. વહેપારી અને તેના સાગરિતો તેનો પીછો કરતા હતા તેઓ એકલા રીક્ષામાં બેઠા હતા ત્યારે પ્રભાત ચોક પાસે તેમની રીક્ષા અટકાવી હતી કારમાં આવેલા આ શખ્સોને જાઈ ભુપેન્દ્રભાઈ ભાગવા લાગ્યા હતા પરંતુ આ શખ્સોએ તેમને પકડી કારમાં ઉઠાવી અપહરણ કરી લઈ ગયા હતાં પ્રભાત ચોકથી ભુપેન્દ્રભાઈને કારમાં આવેલા શખ્સો એસ.જી.હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે જયેશ ઠક્કરના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા અને ત્યાં અગાઉથી ભુપેન્દ્ર ઠકકરના અન્ય લેણદાર વહેપારીઓ હાજર હતાં.

ભુપેન્દ્રભાઈનું અપહરણ કરી ફાર્મ હાઉસ પર લવાતા ત્યાં હાજર વહેપારીઓએ અને તેમના સાગરિતોએ ઢોરમાર મારતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા ત્યારબાદ તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ તેમની પાસે રૂપિયા નહી હોવાનું જણાવતા અપહરણકારોએ મુંબઈથી ચેક બુક મંગાવવા જણાવ્યું હતું જેના પરિણામે ભુપેન્દ્રભાઈએ મુંબઈ રહેતા પરિવારજનોને કહી ચેક બુકો મંગાવી હતી ચેક બુકો આંગડિયામાં આવે ત્યાં સુધી ભુપેન્દ્રભાઈને ગોંધી રાખ્યા હતા અને ઢોરમાર મારતા હતાં ચેક બુક આવતા જ કોરા ચેક પર ભુપેન્દ્રભાઈની સહીઓ કરાવી લીધી હતી.

ત્યારબાદ તેને લઈ ધોળકા ગયા હતાં અને ધોળકાથી પાછા અમદાવાદ લાવી લોટરી પાસે લઈ જવામાં આવ્યા હતાં જયાં બળજબરીપૂર્વક તેમની પાસે લખાણ લખાવી લેવામાં આવ્યું હતું. બીજીબાજુ ભુપેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા અપહરણકારોએ ડોકટરને બોલાવી તેમની સારવાર કરાવી હતી અને ફાટી ગયેલા કપડાના બદલે નવા કપડા પહેરાવ્યા હતાં અને ત્યારબાદ એરપોર્ટ મુકી આવ્યા હતાં ગભરાઈ ગયેલા ભુપેન્દ્રભાઈ મુંબઈ પહોંચી ગયા હતા પરંતુ પરિવારજનોએ હિંમત આપતા તેઓ તરત જ પ્લેનમાં પરત અમદાવાદ આવ્યા હતા અને વી.એસ. હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ ઘાટલોડિયા પોલીસ સતર્ક બની હતી

ગંભીર એવી આ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ એલર્ટ થયા હતા અને આ સમગ્ર ઘટનાની તપાસ એ ડીવીઝન એસીપી એમ.એ. પટેલને સોંપવામાં આવી છે. એસીપી સમક્ષ ભુપેન્દ્રભાઈ એ ઉપરોકત તમામ હકીકતો જણાવતા જ આ અંગે આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે આ દરમીયાનમાં જ શહેરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન કરવામાં આવતા રાત્રિ દરમિયાન ઘાટલોડિયા પીઆઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કારમાં બેસીને દારૂ પીતા ચાર શખ્સો ઝડપાયા હતા આ ચારેય શખ્સોને લઈ તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે ભુપેન્દ્રભાઈ ગભરાઈ ગયા હતાં અને તેણે જણાવ્યું હતું કે આ ચાર શખ્સો પણ તેમનું અપહરણ કરી માર મારવામાં સામેલ છે.

ઘટનાની તપાસ દરમિયાન જ નાટકીય ઢબે જયનીશ પટેલ સહિત ચાર આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં પકડાતા પોલીસ અધિકારીઓ વધુ સતર્ક બન્યા હતાં આ ઘટનામાં વહેપારી ભુપેન્દ્રભાઈએ (૧) જયદીપ ઠક્કર (ર) પારસ ત્રિવેદી (૩) જયનીશ પટેલ (૪) કુણાલ જાષી (પ) સેમ ભરવાડ (૬) સચીન પટેલ (૭) ધવલ ઠકકર (૮) હાર્દિક ત્રિવેદી (૯) નિશાંત પટેલ (૧૦) હિતેશ પારેખ સહિતના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એસીપી જાતે જ ગંભીર એવી આ ઘટનામાં તપાસ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.