BJPના સાબરકાંઠાના મહામંત્રી અને યુવા નેતા હિતેશ પટેલ જેવા કાર્યકરોને લોકસેવા અને આપત્તિ સમયે મદદ કરવાની સેવાઓને સો-સો સલામ.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવા ગામના જાણીતા યુવા લોકસેવક અને સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ પટેલે નાની ઉંમરે લોકસેવાની સરવાણી વહેવડાવી છે. એમ.એસ.સી સુધીનો અભ્યાસ અને ગ્રામ્ય વિસ્તારોથી માંડી ઉચ્ચ કક્ષાની તેમની સેવાઓ દાદ માગી લે તેવી છે.ગર્ભશ્રીમંત પરીવારના હોવા છતાં નાનામાં નાના માણસ તેમની સાથે આસાનીથી વાતચીત કરી શકે છે, એટલું જ નહીં પણ પારીવારીક ભાવનાથી તેઓ મદદકર્તા પણ બને છે.
અંબાજી પગપાળા સંઘો હોય કે ગમે ત્યા આપત્તિ સંજોગો ઉભા થયા હોય તો તેઓ તરત જ ત્યા પહોચી જાય છે અને મદદ કર્તા બની આપત્તિમાં ફસાયેલા ઓનાં આંસુ લૂછવાનું કામ એ તેમનો મહત્વનો ગુણ છે.કિસાનોના પ્રશ્નો હોય કે કિસાનોના વિજળીના કે માલના ભાવના પ્રશ્નો હોય તેઓ સરકાર અને ખેડૂતો વચ્ચે કડીરૂપ બની સંકલન જાળવી મદદકર્તા બને છે.સતત હકારાત્મક વલણથી તેઓ યુવાવર્ગ અને આમ જનતામાં અતિપ્રિય કાર્યકર્તા સાબિત થયા છે.
તાજેતરમા કોરોના મહામારીમાં પરપ્રાંતીય માણસોને ભોજન સહિતની સેવાઓ અને વતનમાં મોકલવામાં અને સંકલનમાં તેઓએ જબરજસ્ત સેવા આપી છે તેમજ વિધવામાતા બહેનોને અને જરૂરિયાત મંદોને અનાજ સહિતની કિટસોનુ વિતરણ,તેમજ માસ્ક-સેનીટાઈઝર કિટ્સનું પણ તેઓએ વિતરણ કર્યું છે અને કોરોના મહામારીમાં રોગ સામે ટક્કર લેવા લોકોમાં જાગૃતિ આવે તે માટે સતત પ્રયત્નશીલ રહી સેવાઓ આપી રહ્યા છે.તેમજ આવનારા સમયમાં બ્લડબેંક માં બ્લડની અછતના રહે તે માટે યુવાનો થકી બ્લડ ડોનેશનના કેમ્પોનુ પણ તેઓ આયોજન કરનાર છે.
તાલુક,જિલ્લા કે વિધાનસભા અને સંસદની ચૂંટણી ઘણા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા તેઓ ગામે ગામના પ્રવાસો કરી ભાજપ સરકારની સફળતા અને આમ આદમી અને કિસાનો,વિધાર્થીઓ માટે સરકારના સંકલ્પબદ્ધ કાર્યક્રમો અને વિકાસની વાતો સ્વરીતે પહોંચાડવાની તેમની કુદરતી આવડતથી સમગ્ર જિલ્લામાં તેઓ યુવા લોકપ્રિય યુવાકાર્યકર, યુવાનેતાને સેવાના ભેખધારી ગણી સો સો સલામો આપે છે.