Western Times News

Gujarati News

રીટેઇલર્સ અને બિલ્ડિંગ અને બાંધકામ પ્રોફેશનલોની MSME તરીકે નોંધણી કરવાની રજૂઆતની તપાસ કરવામાં આવશે: ગડકરી

કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ રીટેઇલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને પ્રેક્ટિસિંગ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ એન્ડ ટાઉન પ્લાનિંગ એસોસિએશન (ઇન્ડિયા)ના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, MSME તરીકે તેમની નોંધણી કરાવવાની રજૂઆતની ઝડપથી તપાસ કરવામાં આવશે.

તેમને લાગ્યું કે, આ બાબતને રોજગારી સર્જન કરનારા આ સંગઠનોના દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે અને વીમો, મેડિકલ, પેન્શન વગેરે વિવિધ લાભો કામદારોને આપી શકાય તેમ છે કે નહીં તેનો વિચાર કરવાની જરૂર છે. તેમણે રીટેઇલરોને હોમ ડિલિવરી અને સામાજિક અંતર જાળવવા માટે નવા વિકલ્પો શોધવાનું શરૂ કરવાનું અને રીટેઇલ આઉટલેટ્સ પર ગ્રાહકો/ કર્મચારીઓને માસ્ક અને સેનિટાઇઝરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.