Western Times News

Gujarati News

શિવરાજસિંહ કેબિનેટનું આજે વિસ્તરણ

ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશની કેબિનેટમાં ૨૫ થી ૩૦ નવા ચહેરાને સ્થાન મળી શકે છે. શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ ખૂબ લાંબા સમયથી અટકી પડ્‌યું હતું.

શિવરાજસિંહ જ્યારેથી દિલ્હી હાઈકમાન્ડને મળીને પરત આવ્યા હતા ત્યારથી અટકળો થઈ રહી હતી અને બુધવારે બપોરે મુખ્યમંત્રીએ કહ્યું કે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ભાજપ સરકારના વિશ્વસનીય સૂત્રોના કહેવા અનુસાર શિવરાજસિંહ ચૌહાણ મંત્રીમંડળના વિસ્તરણમાં ૨૫ મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. જેમાં ૧૦ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.