ખેડબ્રહ્માના પાંણઈ ગામે ચેકડેમમાં ડૂબતા બેના મોત
ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ પાસે આવેલ પાંણઈ ગામે ચિત્રાડોસ ફળિયા પાસે આવેલ ચેક ડેમમાં ગઈકાલે બે યુવાનો ડૂબી મરણ જતા મટોડા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.
ઉપરવાસમાં ગઇકાલે ભારે વરસાદ થતા ચેક ડેમો પાણીની આવક વધી ગઈ હતી જે દરમિયાન પાંણઈ ગામના હોમાભાઈ ભગાભાઈ પારગી. ઉંમર વર્ષ 42 તથા ગોપીભાઈ અરજણભાઈ પારગી ઉં.વ 28. બંને રહેવાસી પાંણઈ ગામ ચેકડેમના સામેથી ચેકડેમમાં થઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઓચિંતાનું વધારે પાણી આવી જતો બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા
આ બનાવ બનતો પાંણઇ ગામના તથા આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ હતી. તથા લોકો ચેકડેમ પર ભેગા થયા હતા ગામલોકોએ એક યુવાનની લાશ ગઈકાલે કાઢી હતી જ્યારે બીજા ની લાશ આજે સવારે કાઢી હતી. આ બનાવ બનતા અમૃતભાઈ ભગાભાઈ પારગી રહેવાસી પાણઈ તાલુકો ખેડબ્રહ્મા એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને જાણ કરતો ખેડબ્રહ્મા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.