Western Times News

Gujarati News

સતત પાંચમા દિવસે પેટ્રોલ મોંઘું થયુંઃ લોકો મુશ્કેલીમાં

નવી દિલ્હી: પેટ્રોલના ભાવમાં વધારાનો સિલસિલો સતત પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો છે. સોમવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ સોમવારે સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૩ પૈસા મોંઘું થયું. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને ૮૧.૬૨ રૂપિયા થઈ ગયું.

જોકે, ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. નોંધનીય છે કે, છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલ ૧.૧૯ રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. ૧૯ ઓગસ્ટે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે.

ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક એચપી પ્રાઈસ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.