મોબાઇલમાં દેખાવા લાગ્યું પાક. ઝિંદાબાદનું વાઈ-ફાઈ

કાનપુર, નઝીરાબાદ સક્રિલમાં વાઈ-ફાઈ નેટવર્ક પર પકિસ્તાન ઝિંદાબાદનું નામ લખવાનો કેસ સામે આવ્યો છે. જે બાદમાં પોલીસે એ વ્યક્તિને શોધી રહી છે જેણે વાઈ-ફાઈ નેટવર્ક પર પાકિસ્તાન ઝિંદાબાદ નામ લખ્યું છે. ડીઆઈજી ડૉક્ટર પ્રીતિન્દરસિંહે જણાવ્યું કે કબાડી માર્કેટ નિવાસી એક યુવકે બુધવારે રાત્રે ઑફિસથી પરત ફર્યા બાદ ઘરમાં લગાવેલું વાઈફાઈ ચાલુ કર્યું હતું. જેને શરૂ કરતા જ તેના નેટવર્કમાં પાકિસ્તાન ઝિંદાબાદના નામે નેટવર્ક બતાવવા લાગ્યું હતું. જે બાદમાં યુવકે આ અંગેની ફરિયાદ પોલીસને આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નેટવર્કનું નામ બદલ્યું હતું. જોકે, આવી હરકત કરનાર વ્યક્તિ હજુ સુધી પકડાયો નથી. હાલ પોલીસ અને ગુપ્ત એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે.
નઝીરાબાદ થાણા ક્ષેત્રના કબાડી માર્કેટમાં કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોતાના પર્સનલ વાઈફાઈનું નામ પાકિસ્તાન ઝિંદાબાદ રાખી દીધું હતું. સ્થાનિક નિવાસીઓએ પાકિસ્તાની હેકર્સે વાઈફાઈ હેક કર્યું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસને જાણકારી આપી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. લોકોએ જણાવ્યું કે બુધવારે રાત્રે બુધવારે તેઓ ઓફિસથી પરત ફર્યા ત્યાર બાદ ઘરમાં લગાવેલું વાઈફાઈ નેટવર્ક શરૂ કર્યું હતું. તેને શરૂ કરતા જ તેના મોબાઇલમાં વાઇફાઈમાં પાકિસ્તાન ઝિંદાબાદ નેટવર્ક દેખાઈ રહ્યું હતું. આ મામલે સાઇબર સેલ તરફથી તપાસ કરાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે તે ઝડપથી આરોપીની ધરપકડ કરી લેશે.SSS