Western Times News

Gujarati News

અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થવાનો ખતરો!

 વોશીંગ્ટન,  અમેરિકા અને ચીનની વચ્ચ સતત તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે રશિયાએ પોતાના સૈનિકોની તૈનાત વધારવાનો નિર્ણય કર્યો છે. રશિયાના રક્ષા મંત્રી સર્ગેર્ઇ શોઇગૂએ ગુરવારે કહ્યું કે રશિયા ક્ષેત્રમાં વધતા તણાવને જોતા તે પૂર્વ વિસ્તારમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારશે. રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે પૂર્વ ચીન સાગરમાં સ્થિત રશિયાના નેવલ બેસ વ્લાદિવોસ્તોક પર રશિયા સેનાની સંખ્યા વધારશે. આ બેઝ દ્વારા રશિયા પ્રશાંત મહાસાગર, પૂર્વી ચીન સાગર અને ફિલીપીસ ખાડી ક્ષેત્રો પર નજર રાખી શકશે.

રશિયાના રક્ષા મંત્રાલયની વેબસાઇટ મુજબ, સર્ગર્ઇ શોઇગૂ કહ્યું કે પૂર્વી ક્ષેત્રમાં તણાવ વધતા સૈનિકોની સંખ્યા અહીં વધારવામાં આવશે. પણ તેમણે આ નિવેદનમાં કોઇ પણ દેશનું નામ નથી લીધું. તમને જણાવી દઇએ કે જે નવા ખતરાની વાત તે કરી રહ્યા છે તે વિષે તેમણે સ્પષ્ટ રીતે તો કંઇ નથી કહ્યું પણ જાણકારો ચીનથી લાગેલી આ સીમા અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં વધતા તણાવથી રશિયા ચિંતત છે અને પોતાના હિતોની સુરક્ષા માટે અહીં સૈનિકોની ઉપસ્થિતિ વધારવાની વાત કરી રહ્યું છે.

મોસ્કોના કાર્નેગી સેન્ટરના જાણકાર અલેક્ઝાન્ડર ગબ્યૂવનું માનીએ તો રશિયા તે સુનિશ્ચિત કરવા માંગે છે કે અથડામણ શરૂ થાય ત્યારે તેની પાસે પર્યાપ્ત સૈન્ય ક્ષમતાઓ હાજર હોય. માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં અમેરિકા અને ચીનની વચ્ચે નૌસૈનિક ટકરાવ થવાનો છે. રશિયા તેને પોતાના રક્ષાહિત તરીકે નથી જોતો. ત્યારે તે આ ક્ષેત્રમાં પોતાની વાયુસેના, થલ સેના અને નૌસૈનાની તાકાત વધારી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.