મારા ઘરે પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ થયો નથીઃ કરણ જોહર
મુંબઈ, બોલીવૂડમાં ડ્રગ્સના દુષણના એક પછી એક થઈ રહેલા ચોંકાવનારા ખુલાસા વચ્ચે ડિરેક્ટર પ્રોડ્યુસર કરણ જોહરનુ નામ પણ ઉછળ્યું છે. એક તરફ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓની આ મામલામાં પૂછપરછ થઈ રહી છે ત્યારે કરણ જોહરે પોતાના ઘરે યોજાયેલી પાર્ટીના વાયરલ થયેલા વિડિયો અંગે મૌન તોડીને કહ્યુ છે કે, કેટલાક મીડિયામાં એવી ખોટી ખબર દેખાડાઈ રહી છે કે, 28 જુલાઈ, 2019ના રોજ મારા ઘરે યોજાયેલી પાર્ટીમાં હાજર લોકોએ ડ્રગ્સનુ સેવન કર્યુ હતુ.મેં તે વખતે જ સ્પષ્ટતા કરી હતી કે, આ આરોપ ખોટા છે પણ હું ફરી કહેવા માંગુ છું કે, મારા ઘરે પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ થયો નહોતો.
કરણે કહ્યુ હતુ કે, કેટલાક દિવસોથી મારા પર ખોટા આરોપ લગાવાઈ રહ્યા છે, હું આશા રાખુ છું કે મીડિયા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરવાનુ કે બતાવવાનુ બંધ કરે નહીંતર હું કાયદાકીય કાર્યવાહીનો વિકલ્પ અપનાવવા માટે સ્વતંત્ર છું.