બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેય નીતિશ કુમારની હાજરીમાં જેડીયુમાં જોડાયા
પટના, બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય રવિવારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં જોડાયા છે. ગુપ્તેશ્વર પાંડેયે બિહારના મુખ્યમંત્રીનીતિશ કુમારની હાજરીમાં તેમના નિવાસ સ્થાન ઉપર જેડીયુની સદસ્યતા ગ્રહણ કરી છે.
જેડીયુમાં જોડાયા બાદ ગુપ્તેશ્વર પાંડેયે કહ્યું કે નીતિશ કુમાર અમારા નેતા છે, તેમની અને પાર્ટી તરફથી જે આદેશ આપવામાં આવશે તેનું હું પાલન કરીશ. ઉલ્લેખનીય છે કે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે થોડા દિવસ પહેલા જ સ્વેચ્છાએ નિવૃતિ લીધી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સેવા નિવૃતિ લેનારા ગુપ્તેશ્વર પાંડેય જેડીયુમાં જોડાશે તે અંગે અનેક અટકળો વહેતી થઇ હતું.
ત્યારે હવે જ્યારે ગુપ્તેશ્વર પાંડેય જેડીયુમાં જોડાયા છે, ત્યારે હવે તેઓ વિધાનસભા ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ સિવાય આ ઘટના બાદ બિહારના રાજકિય વાતાવરણમાં ગરમાવો પણ આવ્યો છે.
આ પહેલા એવી પણ ચર્ચા હતી કે ગુપ્તેશ્વર પાંડેય ભાજપમાં પણ જોડાઇ શકે છે, પરંતુ તેમણે જેડીયુને પસંદ કર્યુ છે.