Western Times News

Gujarati News

બોગસ સર્ટી.ના આધારે નોકરી મેળવનાર શિક્ષિકા માધુરી તોમરની ધરપકડની કાર્યવાહી

 

બોગસ સર્ટીના આધારે શિક્ષિકાની નોકરી મેળવનાર કોંગી અગ્રણીની પુત્રી સામે કડક કાર્યવાહી કરાશેઃ
નકલી સર્ટીફિકેટ બનાવતી ટોળકીનો પર્દાફાશ કરાશેઃ અનેક ટોચના નેતાની સંડોવણીની આશંકા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 06062019: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન કિશનસિંહ તોમરની પુત્રીએ બોગસ સર્ટીફિકેટ દ્વારા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવવાના મામલાની ગોમતીપુર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે સ્કુલના કર્મીઓ સહિત અનેક અગ્રણીઓની ઝીણવટભરી પૂછપરછ કરવાનું શરૂ કર્યુ છે. હવે ગણતરીના કલાકોમાં જ આ મામલે ધરપકડનો દોર શરૂ થાય એેવી શક્યતાઓ છે.

પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે રખિયાલ રોડ ઉપર આવેલી શેઠ સી.એસ. હિંદી હાઇસ્કુલના ટ્રસ્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરીએ બી કોમ , બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે. આ સ્કુલના અન્ય ટ્રસ્ટીઓમાં હિંમતસિંહ પટેલ, રમેશચંદ્ર અગ્રવાલ, ડો.હૃદયનારાયણ મિશ્રા અને અમીત અગ્રવાલનો સમાવેશ થાય છે. ગઈ તા.ર૬-૧ર-૧૬ના રોજ ઉપરોક્ત સ્કુલમાં શિક્ષકોની ભરતી કરવા અંગે અખબારમાં જાહેરાત છપાઈ હતી.
આ જાહેરાતના આધારે કિસનસિંહ તોમરની પુત્રી માધુરીએ પણ શિક્ષકની નોકરી મેળવવા માટે અરજી કરી હતી.
તા.૪-૧૧-૧૩ના રોજ ઈન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા. તેમાં માધુરી તોમર અને વિજય કલહંસે લખનૌ યુનિવર્સિટીના દસ્તાવેજા અને ડીગ્રી રજુ કરી નોકરી મેળવી લીધી હતી.

ત્યારબાદ ઉપરોકંત ઉમેદવારોએ સ્કુલના સંચાલક અને ટ્રસ્ટીઓ સમક્ષ રજુ કરેલા દસ્તાવેજાની ખરાઈ કરવા માટે લખનૌ યુનિવર્સિટી ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે બીજી તરફ માધુરી સહિતના બંન્ને ઉમેદવારોને કામચલાઉ ધોરણે ઉપરોકંત સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી આપી દેવામાં આવી હતી. ગત તા.૧૦-૧ર ૧૮ ના રોજ લખનૌ યુનિવર્સિટી ખાતે ખરાઈ કરવા માટે મોકલવામાં આવેલા દસ્તાવેજા અને ડીગ્રીઓ ખરાઈ થઈ પરત આવતા આ ભાંડો ફૂટ્યો હતો. જેમાં માધુરી તોમરના સીટ નંબરમાં તેનું નામ જ ન હોતુ.

અન્ય શંકાસ્પદ ડીગ્રીઓની પણ ચકાસણી કરાશે

કોંગી અગ્રણી કિશન તોમરની પુત્રીની બોગસ ડીગ્રી બહાર આવતા જ શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થતાં જ હવે પોલીસ પણ આ ચોંકાવનારી ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરશે ખાસ કરીને બોગસ ડીગ્રીઓ બનાવતી ટોળકીનો પર્દાફાશ કરી તમામની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર કૌભાંડમાં વધુ કેટલાકની સંડોવણી હોવાનું મનાઈ રહયું છે એટલું જ નહી પરંતુ હવે અન્ય કેટલાક લોકોની પણ ડીગ્રીઓની ચકાસણી કરવામાં આવશે તેવુ માનવુ છે આ સમગ્ર ઘટનામાં પોલીસ આજથી જ સક્રિય બની ગઈ છે અને આજે નિર્ણાયક કામગીરી કરે તેવુ મનાઈ રહયું છે.

તેના બદલે અન્ય એક યુવતિનું નામ હતુ. આ બાબત જે તે વખતના તત્કાલિન પ્રિન્સીપાલ મહેન્દ્રસિંહ રજનીકાંત ઝા ના ધ્યાન પર આવતા તેને આ બાબતને ગંભીરપણે લઈ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યુ હતુ.

ગોમતીપુર પોલીસે ફરીયાદીના આધારે ગુનો દાખલક રી તપાસ તેજ બનાવી દીધી છે. પોલીસે લખનૌ યુનિવર્સિટી ખાતે પણ તપાસ કરવાની તજવીજ શરૂ કરી દીધી છે. આ કૌભાંડમાં ટ્રસ્ટી અને તેના મળતીયાની સંડોવણી હોવાની શક્યતાના આધારે પોલીસે ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરવાની દિશામાં આગળ વધી છે. જ્યારે બીજી બાજુ આ પ્રકારના બોગસ સર્ટીફિકેટ અને ડીગ્રીના દસ્તાવેજા બનાવનારની પણ સઘન શોધખોળ શરૂ કરતાં કેટલાંક કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

કોંગ્રેસના નેતા અને અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન કિશનસિંહ તોમરની પુત્રીએ આ પ્રકારે કોભાંડ આચરતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. અને તપાસમાં કોઈપણ જાતની કચાશ ન રાખવામાં આવે એ માટે તપાસનીશ પોલીસ અધિકારીને તાકીદક રવામાં આવી છે. જ્યારે આ સમગ્ર મામલામાં હવે ટૂંક સમયમાં જ ધરપકડનો દોર શરૂ થાય એેવી પૂરેપૂરી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.