Western Times News

Gujarati News

અભિનેત્રી અનન્યા પાંડેની તસવીરો વાયુ વેગે વાયરલ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તેની ફિલ્મ ખાલી પીલીને કારણે ચર્ચાઓમાં છે. અને હવે ફરી એક વખત અનન્યા ખબરમાં છે. ananya-chanki-pandeys-latest-black-dress-selfie-goes-viral-on-social-media-in-hours

આ વખતે તેની ફિલ્મ માટે નહીં પણ તેની તસવીરો માટે. જી હાં તેણે હાલમાં તેનાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાંની સાથે જ વાયુ વેગે વાયરલ થઇ ગઇ છે. અનન્યા પાંડેની આ સ્ટાઇલનાં લોકો દિવાના થઇ ગયા છે. અનન્યાએ ઇન્સ્ટાગ્રામ પર સ્કાય બ્લૂ કલરની સ્લિપ ડ્રેસમાં તસવીરો શેર કરી છે

જેમાં તેનું ફિગર સુંદર લાગે છે. સેક્સી લેગ્સ તે ફ્લોન્ટ કરી રહી છે. આ તસવીરોની સાથે અનન્યાએ કેપ્શનમાં એક આંખ અને સાગરની ઇમોજી શેર કરી છે. અનન્યાની આ પોસ્ટ શેર કર્યા બાદ તેનાં પર કમેન્ટ્‌સની ભરમાર લાગી ગઇ છે. અનન્યાની ખાસ મિત્ર સુહાના ખાને પણ તેનાં પર કમેન્ટ કરી છે. સુહાના લખે છે, ‘વાહ, આ સાથે જ તેણે બે ઇમોજી શેર કરી છે. સોશિયલ મીડિયા યૂઝર્સે અનન્યાનું લેટેસ્ટ ફોટોશૂટ ઘણું જ પસંદ આવી રહ્યું છે. આ તસવીરો જોઇને કોઇ તેનાં પર હોટ લખે છે તો કોઇ લખે છે,

એકદમ ઝેરી અનન્યાની સ્ટાઇલ સેન્સ ઘણી જ સારી છે અને તેનાંથી જ તે ધીમે ધીમે લોકોનાં મનમાં પોતાની જગ્યા બનાવી રહી છે. નેપોટિઝમ મામલે અનન્યા હાલમાં ચર્ચામાં આવી હતી અને લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા ટૂંક સમયમાં શકુન બત્રાની ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણની સાથે નજર આવશે. આ ઉપરાંત તે વિજય દેવરકોંડાની સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. જેનું નામ હાલમાં ફાઇન નથી. પણ અસ્થાયી રૂપે તેને ફાઇટર’નામ આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.