પાકિસ્તાન ફરી એકવાર યુધ્ધવિરામનો ભંગ કર્યો
જમ્મુ, આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન વારંવાર સંધર્ષ વિરામનો ભંગ કરી રહ્યું છે આ વખતે પાકિસ્તાને પુંછ જીલ્લાના મનકોટ સેકટરમાં સંધર્ષ વિરામનો ભંગ કર્યો છે મોડી રાતે ૨.૩૦ કલાકે પાકે મનકોટ સેકટરમાં નિયંત્રણ રેખા પર મોર્ટારની સાથે નાના હથિયારોથી ગોળીબાર કર્યો અને યુધ્ધવિરામનો ભંગ કર્યો છે ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે.
આ પહેલા ગુરૂવારની રાતે પણ પાકિસ્તાને લગભગ સાત કલાક ગોળીબાર કરી બીએસએફની ચોકીઓને નિશાન બનાવી તેની બીએસએફના જવાનોએ પણ ભારે જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની ૨૫ ચિનાબ રેંજર્સે પપ્પુ ચક પોસ્ટથી રાતે ૧૦ વાગ્યાથી લઇ સવારના પાંચ વાગ્યા સુધી રહી રહીને ગોળીબાર કર્યો આ દરમિયાન બીએસએફની મનિયારી પોસ્ટ અને તેની સાથે લાગેલ રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યા હતાં. જાે કે કોઇ પણ પ્રકારના જાનહાનીના અહેવાલો નથી સુરક્ષા બાંધના કાર્યને અવરોધવા માટે પાકિસ્તાન સતત સીમા પર ગોળીબાર કરી રહ્યું છે.HS