Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલી ધોખાધડીમાં FBI અને ન્યાય વિભાગ પણ સામેલઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પછી દોષનો ટોપલો પહેલો પોસ્ટલ વોટ અને હવે એફબીઆઇ પર ઢોળ્યો છે. ચૂંટણી હાર્યા બાદ પહેલીવાર ટીવીને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે તપાસ એજન્સી એફબીઆઇ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તપાસમાં કોઇ મદદ નથી કરી અને ચૂંટણીમાં ધાંધલીને રોકવાની દિશામાં કોઇ મહત્વનું પગલું હજુ સુધી ઉઠાવ્યું નથી.

FBI પણ જો બિડનની તરફેણમાં કામ કરી રહીં હતી અને તે પણ ધાંધલીમાં સામેલ હતી. 45 મિનિટના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, છ મહિનામાં મારુ મન બદલી જશે એવું ક્યારેય નહીં થાય. આ ચૂંટણીમાં ધાંધલી થઇ છે. હું બાઇડનની જીતને ક્યારેય સ્વીકાર નહીં કરું અને મતદાનમાં ધોખાધડીની વાત પર ડટ્યો રહીશ.

ટ્રમ્પે લગાવેલા આરોપને લઇને કોઇ પુરાવા રજુ કર્યા નથી, પરંતુ તેમણે લગાવેલા આરોપથી પીછેહટ કરી નથી. તેમણે એફબીઆઇ જ નહીં ન્યાય વિભાગ પણ  ‘missing in action’ રહ્યું. ત્યાર બાદ લાગે છે કે તમામ સિસ્ટમ જો બિડેનના પક્ષમાં કામ કરી રહ્યું હતું. તેમણે સીધી રીતે કહ્યું કે એફબીઆઇમાં કેટલાક લોકો તેમની વિરૂધ કામ કરી રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.